<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ભગવતીપરાના બાબુભાઇ ચોહાણનું હૃદય બેસી જતાં મોત

રાતે દિકરા સાથે હસીખુશીની વાતો કરતાં કરતાં એકાએક ઢળી પડયાઃ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે. ભગવતીપરામાં ચામુંડા પાન સામેની શેરીમાં રહેતાં બાબુભાઇ શંકાજી ચોૈહાણ (ઉ.વ.૫૭) રાતે પુત્ર સાથે હસીખુશીની વાતો કરતાં કરતાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. તેઓ પાંચ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તે છુટક મજૂરી કરતાં હતાં. અગાઉ તેમને પેરેલીસીસ એટેક આવ્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રસિંહ, પદુભા સહિતે બી-ડિવીઝનમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:05 AM IST)