News of Wednesday, 7th August 2024
સહકારી પ્રવૃતિને વધુ બળવાન બનાવવા અશોક ડી. ડાંગરની સરકારને રજુઆત
આવાસની સબસીડી યોજનામાં મંડળીઓને સાંકળવી જોઇએઃ પ લાખ સુધીના ધીરાણ પર સ્ટેમ્પ ડયુટી મુકિત આપો

રાજકોટ તા. ૭: શહેર ભાજપ સહકાર સેલના સંયોજક અશોક દિનેશભાઇ ડાંગરએ સહકારી પ્રવૃતિને વધુ મજબૂત બનાવવા સહકારી મંડળીઓને સ્પર્શતા સૂચનો સાથેની રજુઆતનાં પત્ર રાજયના સહકાર મંત્રીને પાઠવ્યો છે. તેમની રજુઆતના મુદ્દા નીચે મુજબ છે.
(૧) ઘણાં લાંબા સમયથી રાજય સહકારી પરિષદ સુષુપ્ત છે તેની બેઠક બોલાવીને જરૂરી નિર્ણયો જોઇએ.
(ર) સરકાર દ્વારા હાઉસીંગ લોનમાં સબસીડી બેંકો મારફત લેઢવામાં આવેલ લોન પર જ આપવામાં આવે છે. તેમાં ક્રેડીટ મંડળીઓનો પણ સમાવેશ કરવો અને ક્રેડીટ મંડળી દ્વારા રૂ. ૧૦,૦૦,૦૦૦/- (દશ લાખ) ઉપરની હાઉસીંગ લોનમાં સબસીડી મળે તેમજ એજયુકેશનની લોનમાં પણ કેડીટ મંડળીઓનો સમાવેશ કરવો જોઇએ.
(૩) એન.જી.ઓ. કે ટ્રસ્ટની ડીપોઝીટ લઇ શકે તેવી હાલ કાયદા વિભાગની મંજુરી બેંકો પૂરતી જ છે તે લાભ કેડીટ મંડળીઓને પણ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવી.
(૪) હાલ રૂ. પ૦૦૦૦/- (પચાસ હજાર)ની રકમ સુધી ધિરાણ પર સ્ટેમ્પ ડયુટીની મુકિત છે. સ્ટેમ્પ ડયુટીની તે મુકિતની મર્યાદા રકમ રૂ. પ,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ની કરવામાં આવે તે જરૂરી છે.
(પ) પ્રવર્તમાન ડીજીટલાઝેશનના સમયમાં કેડીટ મંડળીઓને પણ ટ્રાન્જેકશનો માટે ક્રેડિટ-કાર્ડ, ડેબીટ-કાર્ડ, ચેકબુક વગેરેની સવલતો માટે અલગ વ્યવસ્થા જરૂરી છે.
(૬) રાજયની સહકારી પ્રવૃતિમાં કાયદાથી સભ્યપદ ખુલ્લું અને સ્વૈચ્છિક છે, તેમ છતાં જિલ્લામાં સહકારી બેંક અને જિલ્લા સહકારી સંઘમાં મંડળીઓને સભ્યપદ આપવામાં આવતું નથી. જિલ્લા સહકારી સંઘ કાયદાથી બીનસભાસદ મંડળીઓ પાસેથી શિક્ષણ ફંડ મેળવે છે. રાજય સહકારી સંઘની બ્રાંચ સ્વરૂપે કામગીરી કરે. તેમજ જે મંડળીઓ શિક્ષણફંડ આપે છે તે મંડળીઓને પણ જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં સ્થાન આપવામાં આવે તેવી જોગવાઇ કરવામાં આવે તેવું સુચન છે.
(૭) ક્રેડીટ મંડળીઓના ઉદેશોમાં ગ્રાહક સેવા પ્રવૃતિ ઉમેરવા અને જન ઔષધી કેન્દ્ર, જન અનાજ ભંડાર, પેટ્રોલ પંપ, સ્ટેમ્પ ફેન્કીંગ જેવી સવલતોનો સમાવેશ જોઇએ.
(૮) ક્રેડીટ મંડળીઓ કેળવણી તથા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી શકે તે હેતુ માટે નફાની ફાળવણીમાંથી ફંડ ઉભું કરવા પેટાકાયદામાં સુધારા કરવો જોઇએ. જેથી હાલ અઢી ટકા શિક્ષણફંડની જોગવાઇ છે. તેવી જરૂરી નવી જોગવાઇ કરવા યોગ્ય કરવા સુચન છે.
(12:01 PM IST)










