News of Wednesday, 7th August 2024
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ પદે :રાજદીપસિંહ જાડેજાઃ ધર્મયાત્રાના અધ્યક્ષ વિજય વાંક
મધુવનમેં ભલે હી કાન્હા કિસી ગોપી સે મિલે, મનમેં તો રાધા કે હી પ્રેમકે ફુલ ખિલે

રાજકોટ તા. ૭: વિ.હિ.પ. દ્વારા વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો સાથે સૌથી મોટી અને દર્શનીય શોભાયાત્રાનું આયોફજન કરવામાં આવે છે. તે અંતર્ગત વર્ષ ર૦ર૪ ના વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે વાવડીના અગ્રણી રાજાભાઇના હુલામણા નામથી જાણીતા રાજદિપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. ધર્મયાત્રા, શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે તરવરિયા યુવા આગેવાન વિજયભાઇ વાંકની વરણી કરવામાં આવી છે. આ બંને આગેવાનોની વરણી થતા મહોત્સવ સમિતિ તથા બંને આગેવાનોના મિત્ર વર્તુળ, સગા-સ્નેહીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.
રાજાભાઇ ભા.જ.પ. રાજકોટ શહેર ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી રાજકોટ તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સમાજના તેઓ પ્રમુખ, શ્રી ચંદ્રસિંહ સ્ટડી સર્કલના સંગઠન મંત્રી, રાજપુતાના સ્પોર્ટસ કલબ ગુજરાત તથા અપના બેંકના સભ્ય છે. શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી, શ્રી મવડી જુથ સહકારી મંડળીના સભ્ય છે. રમત ક્ષેત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રેસીડેન્ટ, ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો. એકઝીકયુટીવ મેમ્બર, શ્રી ગીર સોમનાથ ફુટબોલ એસો. વાઇસ પ્રેસીડન્ટ છે. વ્યવસાય ક્ષેત્રે શુભમ એન્ટરપ્રાઇઝ, શુભમ કન્સ્ટ્રશન, સીવાના ફુડસ, જાપરા ફુડ, મોહનેશ્વર વર્લ્ડ વિઝન, કલ્પવૃક્ષ બિલ્ડર, બ્લેક પાઇથન પ્રા. લી., શીવ શકિત ઇન્ફ્રા, એન. જી. સેફ ઇન્ટરનેશનલ પ્રા. લી. સાથે સંકળાયેલા છે. સેગવાકીય ક્ષેત્રે મોહનેશ્વર ગ્રુપ વાવડી, કુમકુમ ગ્રુપ તથા આર. ડી. ગ્રુપ, રાજકોટ સાથે પ્રવૃતિમય છે.
જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે સમાજમાં પોતાની સેવાકીય પ્રવૃતિ માટે જાણીતા યુવા આગેવાન વિજયભાઇ વાંકની વરણી કરવામાં આવી છે. તેઓ સનાતન ધર્મરક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે અયોધ્યા ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગીર ગૌધામ તથા શ્રી હનુમાનગઢી મંદિર ખાતે ૧પ ગૌમાતા અર્પણ કરેલ છે. બાગેશ્વરધામ પણ તેઓએ ૮ ગૌમાતા અર્પણ કરેલ છે. ગૌસેવાના ક્ષેત્રમાં ખૂબ જ નોંધપાત્ર સેવાકાર્ય કરી રહેલા વિજયભાઇ વાંકના અધ્યક્ષ પદે આ વખતની જન્માષ્ટમીની શોભાયાત્રા ખૂબ ભાવભેર અને ભવ્ય રીતે યોજાશે.
બન્નેની વરણીને માર્ગદર્શકો સર્વશ્રી નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ નિતેશભાઇ કથીરીયા, સહ-ઇચાર્જ કૃણાલભાઇ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઇ ટીલાવત, સહ-કોષાધ્યક્ષ રાહુલભાઇ જાની, મંત્રીઓ સુશીલભાઇ પાંભર, હષીતભાઇ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઇ ગમઢા, યોગેશભાઇ ચોટલીયા, નીધિ સમિતિના ઇન્ચાર્જો વનરાજભાઇ ગેરૈયા, મનોજભાઇ ડોડીયા, આલાપભાઇ બારાઇ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઇ સાખ, હર્ષભાઇ વ્યાસ વગેરેએ વધાવી શુભેચ્છા વર્ષા કરી છે. તેમ પ્રેસ મીડીયા ઇન્ચાર્જ પારસ શેઠ જણાવે છે.
(3:51 PM IST)










