<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સુભાષનગર-સ્‍વસ્‍તિક સોસાયટી વિસ્‍તારમાં અશાંતધારા કાયદાનો ભંગ થાય છેઃ ધાર્મિક સંતુલન વિખેરાઇ રહ્યું છે

રહેવાસીઓનું કલેકટરને આવેદનઃ લઘુમતીઓ દ્વારા કલેકટરની મંજૂરી વગર મિલ્‍કત તબદીલ કરવાના પ્રયત્‍નો થાય છે

રાજકોટ તા. ૭: સુભાષનગર શેરી નં. ૩ મેઇન રોડ તથા સ્‍વસ્‍તિક સોસાયટી કોર્નરના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી અશાંતધારાના કાયદાનો ભંગ થતો હોય જે અંગે યોગ્‍ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, ઉપરોકત વિસ્‍તાર સુભાષનગર, સ્‍વસ્‍તિક સોસાયટી, ધ્રુવ નગર, શ્રીજી નગર, શ્રેયંસ સોસાયટી, ચુડાસમા પ્‍લોટ વિગેરે વિસ્‍તારમાં ગુજરાત સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. જેથી કોઇપણ મિલ્‍કત વેચાણથી આપતી વખતે કે અન્‍ય રીતે ટ્રાન્‍સફર કરતી વખતે આપની મંજુરી લેવી જરૂરી છે. પરંતુ આ કાયદાનો ભંગ કરી અનેક લઘુમતીઓ દ્વારા આ વિસ્‍તારમાં મિલ્‍કતો આપની મંજુરી વગર મિલ્‍કત તબદીલ કરવાના પ્રયત્‍નો કરે છે.આ પ્રકારના કિસ્‍સાઓમાં સમગ્ર વિસ્‍તારનું ધાર્મિક સંતુલન વિખેરાઇ રહ્યું છે અને એક ચોકકસ પ્રકારના ધર્મના લોકોનું ધ્રુવીકરણ આ વિસ્‍તારમાં વધુ ને વધુ થઇ રહ્યું છે. જે સત્‍વરે કાયદાની જોગવાઇઓ ધ્‍યાને લઇ અટકાવવું ખુબજ જરૂરી જણાય છે. જેથી હવે પછી આપ સાહેબ સમક્ષ ઉપરોકત વિસ્‍તારોમાં મિલ્‍કતની વેચાણ અંગેની અશાંતધારા અન્‍વયે મંજુરી મેળવવા અરજી કરવામાં આવે તો તે અંગે યોગ્‍ય તપાસ કરી, નિર્ણય કરવા તથા આસપાસના આસામીઓના અભિપ્રાય મેળવવા વિનંતી છે.આ વિસ્‍તારમાં મિલ્‍કત તબદીલ/ભાડે આપવાના કિસ્‍સામાં ગંભીરતા દાખવવી જે તે મિલ્‍કત અને વિસ્‍તારને ધ્‍યાને લઇ મિલ્‍કત તબદીલ/ભાડે આપવા બાબતે વેચનારા અને લેનારના ધર્મને ધ્‍યાનમાં લેવામાં આવે જેથી આ વિસ્‍તારમાં ચોકકસ ધર્મના થતાં ધ્રુવીકરણના દુષણને અટકાવી શકાય.

 અમુક કિસ્‍સામાં અશાંતધારા અન્‍વયે મંજુરી મળ્‍યા બાદ અને મિલ્‍કત ટ્રાન્‍સફર/વેચાણ થયા બાદ તે મિલ્‍કતમાં કયા ધર્મના લોકો વસવાટ કરે છે તે અંગે પણ તપાસ જરૂરી બને છે. પરંતુ આવી કોઇ તપાસ થતી ન હોય જેથી ચોકકસ. ધર્મના લોકો નિષ્‍ફીકર થઇ મિલ્‍કતોની ખરીદી કરે છે.

ઉપરોકત બાબતે અગાઉ પણ ઉપરોકત વિસ્‍તારના આસપાસના લોકોએ અરજીઓ કરેલ છે જે તમામ વિગતો અને હકીકતો ધ્‍યાને લઇ, કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો સામે સત્‍વરે પગલાં લેવા આપને અમારી વિનંતી છે. આવેદન દેવામાં ભાજપના આગેવાનો ધર્મન્‍દ્ર મીરાણી, કૌશીક અઢીયા, મનોજ બુધ્‍ધદેવ, નિદેશ ધામેશા, હિતેષ સોમૈયા, મનોજ હિરાણી વિગેરે જોડાયા હતા.

(3:14 PM IST)