<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સીંગતેલમાં વધુ ૧પ રૂ. તૂટયાઃ પ દિવસમાં ડબ્‍બે ૬૦ રૂ.નો કડાકો ચાલુ વર્ષે ઉત્‍પાદન સારૂ થશે તેવા અહેવાલે

મગફળીની વેચવાલી વધતા ભાવમાં સતત ઘટાડો

રાજકોટ, તા. ૭: સીંગતેલમાં ભાવ ઘટાડાનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧પ રૂ નો ઘટાડો થયો છે.

ચાલુ વર્ષે મગફળીનું ઉત્‍પાદન સારૂ થશે તેવા અહેવાલે મગફળીની વેચવાલી વધતા સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં ૧પ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧પ૧પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧પ૦૦ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રપ૮પથી ર૬૩૦ રૂા. હતા. તે ઘટીને આજે રપ૭૦થી ર૬૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સતત મંદીના કારણે છેલ્લા પ દિ'માં સીંગતેલ ડબ્‍બે ૬૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

બપોર સુધીમાં અન્‍ય સાઇડ તેલોના ભાવોમાં કોઇ ખાસ વધ-ઘટ ન હતી.

(3:20 PM IST)