News of Wednesday, 7th August 2024
૧૩ થી ૧૯ ઓગષ્ટઃ બાપ્સ સ્વામિનારાયણ મંદિરે સવારે સંત પારાયણ
અપૂર્વ પુરૂષ સ્વામી ‘સંત પરમ હિતકારી' વિષય ઉપર પ્રવચન આપશેઃ ત્યાર બાદ અક્ષરકીર્તી સ્વામી, વિશ્વેશતીર્થ સ્વામી, અમૃત કિર્તન સ્વામી, શ્વેતદર્શન સ્વામી, ઉત્તમપુરૂષ સ્વામી, કોઠારી સંત બ્રહ્મતીર્થ સ્વામી પ્રવચન આપશે

રાજકોટઃ કાલાવડ રોડ ઉપરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન સવારે ૮ થી ૯.૩૦ દરમ્યાન સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે સંસ્થાના વિદ્વાન સંતોની કથાવાર્તા આધ્યાત્મીક પ્રગતીના સોપાન સર કરાવશે. સાળંગપુરથી આવેલ પૂજય અધ્યાત્મચિંતન સ્વામી આધ્યાત્મિક માર્ગે ‘આંતરીક સાધના' ઉપર ૧ર ઓગષ્ટ સુધી પ્રવચનો આપશે. ત્યાર બાદ ૧૩ થી ૧૯ સુધી સારંગપુરના વિદ્વાન સંત પૂજય અપુર્વપુરૂષ સ્વામી, સંત પરમ હિતકારી વિષય પર પારાયણનો લાભ આપશે. ર૦ થી રર ઓગષ્ટ દરમિાન અક્ષરકીર્તી સ્વામી ‘ગુરૂ મળ્યા ગુણવાળા' વિષય પર ર૩ થી રપ ઓગષ્ટ દરમિયાન વિશ્વેશતીર્થ સ્વામી પ.પૂ. મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા' ગ્રંથ ઉપર ર૬ થી ર૮ દરમિયાન અમૃતકીર્તન સ્વામી ભગવાન સ્વામિનારાયણે ભારતમાં કરેલ કઠોર વન વિચરણ પર પ્રવચન આપશે. ર૯ થી ૩૧ ઓગષ્ટ સુધી શ્વેતદર્શન સ્વામી અક્ષરપુરૂષોતમ ઉપાસના અંગજ્ઞે પ્રવચન આપશે. ૧ સપ્ટેમ્બરે ઉત્તમપુરૂષ સ્વામી ‘હોજી મોહે તો તુમ એક આધારા' વિષય પર બોલશે. શ્રાવણ માસના અંતિમ દિવસે ર સપ્ટેમ્બરે રાજકોટ મંદીરના કોઠારી સંત બ્રહ્મતીર્થ સ્વામી ‘ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના' વિષય પર લાભ આપશે. મંદીરે હિંડોળા ઉત્સવનો લાભ ૧પ દિવસ સુધી એટલે કે તા.ર૦ ઓગષ્ટ સુધી મળશે. કલાત્મક હિંડોળાના દર્શન સવારે ૭.૩૦ થી બપોરે ૧ર અને સાંજે ૪ થી રાત્રે ૯ સુધી કરી શકશે. શ્રાવણ માસનું પારાયણપર્વ અને હિંડોળા ઉત્સવનો લાભ લેવા મંદીરના કોઠારી સંત બ્રહ્મતીર્થ સ્વામી અને અપુર્વમુનિ સ્વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. (૪.૨૬)
(3:27 PM IST)










