News of Wednesday, 7th August 2024
કવિ સંમેલનમાં ભાવનગરથી આવેલા ૧૮ કવિઓ ખીલી ઉઠયાઃ સાહિત્ય સેતુનો પ્રયોગ

રાજકોટઃ ‘‘દીકરાનું ઘર'' વળદ્ધાશ્રમ - ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવળત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ - રાજકોટ દ્વારા ભાવનગરની સંસ્થા શિશુવિહાર સંચાલિત બુધસભાના ૧૮ કવિઓનું કવિ સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં સાહિત્ય સેતુના પ્રમુખ વસંતભાઈ ગાદેશાના અધ્યક્ષ સ્થાને તેમજ કલા-સાહિત્યપ્રેમી વિનુભાઈ ઝગડા, જાણીતા વક્તા ડો. ભદ્રાયુભાઈ વછરાજાની, દીકરાનું ઘર વળદ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રતાપભાઈ પટેલ, ઉદ્યોગપતિ ગીરીશભાઈ કડવાણીના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ, જેનું શિશુવિહાર ભાવનગરના માનદમંત્રી ડો. નાનકભાઈ ભટ્ટે દીપ પ્રાગટય કરીને કવિ સંમેલન ખુલ્લું મુકયું. આ પ્રસંગે આકાશવાણી રાજકોટના હિતેષભાઈ માવાણી, મોઢવણિક સમાજના અગ્રણી હરેનભાઈ મહેતા, કવિ સંજુ વાળા, (કવિ ડો. લલિત ત્રિવેદી, સાહિત્ય મર્મી આર.પી. જોષી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ.કાર્યક્રમના પ્રારંભે પ્રકાશ હાથીએ શિવસ્તુતિ નું ગાન કરેલ, સમારંભના અતિથીઓનો પરિચય તથા સાહિત્ય સેતુ સંસ્થાની પ્રવળત્તિની માહિતી અનુપમ દોશીએ આપેલ.
રાજકોટ નગરમાં સૌ પ્રથમવાર કોઈ એક જ શહેરના ૧૮ કવિઓ કવયિત્રીઓના યોજાયેલ કવિ સંમેલનને માણવા સાહિત્યપ્રેમીઓની હાજરીથી હોલ ખીચોખીચ ભરાઈ ગયેલ અને ભાવનગરથી આવેલા બુધસભાના કવિઓ ડો.નટુભાઈ પંડ્યા, લાલજીભાઈ બાંભણીયા, ભરતભાઈ વાળા, જયંતભાઈ હુંબલ, પરેશભાઈ ત્રિવેદી, જયદીપ મહેતા, પંકજ ચૌહાણ, દીપકભાઈ ગોહેલ, જયેશભાઈ ભટ્ટ તેમજ કવયિત્રીઓ કળપાબેન ઓઝા, દર્શનાબેન રાવલ, હર્ષાબેન ચૌહાણ, જયશ્રીબા ગોહિલ, ડો.માનસી ત્રિવેદી, વર્ષાબેન જાની, નેહાબેન પુરોહિત, જીજ્ઞાબેન ત્રિવેદી, વગેરેએ પોતાની ઉતમ રચના રજુ કરીને સાહિત્યપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.ં
તમામ કવિ-કવયિત્રીઓનું કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવીને, પુસ્તક, શ્રી ફળ સાકરનો પડો, સ્મળતિ ભેટ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત લાગણીસભર સન્માન કરવામાં આવેલ.
શિશુવિહારના ડો.નાનકભાઈ ભટ્ટે બે શહેરોના સર્જકો વચ્ચે નીકટનો નાતો કેળવાય, વિચારોનું આદાન પ્રદાન થાય તેવા આશયથી યોજવામાં આવેલ, નવતર પ્રયોગને બિરદાવેલ.
કાર્યક્રમનું સંચાલન ડો.માનસી ત્રિવેદી આભારવિધિ કવિ નટવર આહલપરાએ કરી હતી. આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, પરિમલભાઈ જોષી, જીતુભાઈ ગાંધી, રમેશ શીશાંગીયા, કિશોર ટાકોદરા, ગીતાબેન વોરા, મિહિર ગોંડલીયા, કામેબ માજી કાર્યરત રહેલ.(૨.૧૮)
(3:28 PM IST)










