<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વેનના ચોરખાનામાં ગોવાથી દારૂનો જથ્‍થો છુપાવી રાજકોટ આવેલા બે સુરતી પકડાયા

મુળ અમરેલીના દિક્ષીત સતાસીયા અને તેના મિત્ર ધર્મેશ કાથરોટીયાની ધરપકડઃ દિક્ષીત અગાઉ દારૂના ચાર ગુનામાં પકડાયો હતોઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્‍દ્રસિંહ ઝાલાની ટીમની કાર્યવાહીઃ મનરૂપગીરી અને હિતેષભાઇની બાતમી

મુળ અમરેલીના દિક્ષીત સતાસીયા અને તેના મિત્ર ધર્મેશ કાથરોટીયાની ધરપકડઃ દિક્ષીત અગાઉ દારૂના ચાર ગુનામાં પકડાયો હતોઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્‍દ્રસિંહ ઝાલાની ટીમની કાર્યવાહીઃ મનરૂપગીરી અને હિતેષભાઇની બાતમીરાજકોટ તા. ૮: શહેરમાં દારૂની રેલમછેલ થતી અટકાવવા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હોઇ તે દરમિયાન એલસીબી ઝોન-૧ ટીમને મળેલી બાતમી પરથી માલિયાસણ ગામથી ભાવનગર રોડ તરફ નવા રીંગ રોડ-૨ના ખુણે કાળીપાટ પાસે વોચ રાખી મુળ અમરેલીના અને હાલ સુરત કામરેજ રહેતાં એક શખ્‍સ તથા તેના મિત્રને રૂા. ૧,૧૫,૨૦૦નો દારૂ ભરેલી વિંગર પેસેન્‍જર વાન સાથે પકડી લીધા છે. આ વાનમાં ચોરખાના બનાવી દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૧ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મનરૂપગીરી ગોસ્‍વામી, કોન્‍સ. હિતેષભાઇ પરમારને બાતમી મળતાં માલિયાસણથી ભાવનગર રોડ પર નવા રીંગ રોડના ખુણે કાળીપાટ નજીક ડીડી-૦૧-આર-૯૪૪૨ નંબરની ટાટા વિંગર પેસેન્‍જર વાનને આંતરી લીધી હતી. આ ગાડીના તળીયાના ભાગે ચોરખાના બનાવી તેમાં દારૂ છુપાવાયો હોઇ પોલીસે એન્‍ટીક્‍વીટી પ્રિમીયમના ૧૮૦ એમએલના ‘ચપલા' ૧૯૨ રૂા. ૨૮૮૦૦ના, રોયલ સ્‍ટેગ બેરેલના બે લીટરના જગ નંગ ૬૬ રૂા. ૭૯૨૦૦ના તથા ઓકસ્‍મીથ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ‘ચપલા' નંગ ૪૮ રૂા. ૭૨૦૦ના કબ્‍જે કરી આ દારૂ, ત્રણ મોબાઇલ ફોન અને ૧૦ લાખની વાન મળી કુલ રૂા. ૧૧,૬૦,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

વાનમાં બે શખ્‍સ બેઠા હોઇ તેની પુછતાછ થતાં પોતાના નામ દિક્ષીત મનસુખભાઇ સતાસીયા (ઉ.વ.૩૨-રહે. મુળ અમરેલી, હાલ કામરેજ સુરત) તથા ધર્મેશ ગોવિંદભાઇ કાથરોટીયા (ઉ.વ.૩૪-રહે. કામરેજ સુરત) જણાવ્‍યા હતાં. પ્રાથમિક પુછતાછમાં દિક્ષીતે જણાવ્‍યું હતું કે પોતે આ વાન લઇને ગોવા ફરવા ગયો હતો. સાથે મિત્ર ધર્મેશને લીધો હતો. વળતાં ગાડીના ચોરખાના જેવી જગ્‍યામાં દારૂનો જથ્‍થો છુપાવીને અમરેલી તરફ જવા નીકળ્‍યો હતો.

પોલીસે વિશેષ તપાસ કરતાં દિક્ષીત સતાસીયા અગાઉ પણ પારડી-વલાસાડ, ડુંગરી વલસાડ, કામરેજ અને વાસંદા નવસારીમાં દારૂના ચાર ગુનામાં પકડાઇ ચુક્‍યાનું ખુલ્‍યું હતું. ગોવાથી દારૂનો આ જથ્‍થો ભરીને આવ્‍યાનું તેણે રટણ કર્યુ હોઇ વધુ વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:30 PM IST)