<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

અગાઉ ૫૦ જેટલા ગુનામાં સામેલ બજરંગવાડીના બૂટલેગર યાકુબ મોટાણીએ દમણથી મંગાવ્‍યો હતો :કેરબાની આડમાં ટ્રકમાં છુપાવેલા ૩ાા લાખના દારૂ-બીયર સાથે ક્રાઇમ બ્રાંચે બેને દબોચ્‍યા

કુલ ૧૦.૭૩ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ભીસ્‍તીવાડના સોયબ મોટાણી અને રેલનગરના લાલચંદ ઉર્ફ લાલા અડવાણીની ધરપકડઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એન. પરમારની ટીમનો કુવાડવા રોડ ક્રિષ્‍ના વોટર પાર્ક પાસે દરોડો

રાજકોટ તા. ૮: શહેરમાં દારૂ જુગારની બદ્દી નાબુદ કરવા પોલીસ કાર્યરત થઇ હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે કુવાડવા રોડ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્‍ના વોટર પાર્ક નજીક દરોડો પાડી બજરંગવાડીના નામચીન બૂટલેગરે મંગાવેલો રૂા. ૩,૫૮,૨૬૦નો દારૂ-બીયર ભરેલો ટ્રક પકડી લઇ રેલનગર અને પરસાણાનગરના બે શખ્‍સને પકડી લીધા છે. અગાઉ દારૂના ૫૦ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા યાકુબની શોધખોળ થઇ રહી છે. દારૂ અને ટ્રક તેમજ પ્‍લાસ્‍ટીકના કેરબાનો જથ્‍થો મળી કુલ રૂા. ૧૦,૭૩,૨૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. પ્‍લાસ્‍ટીકના કેરબાની આડમાં આ દારૂનો જથ્‍થો છુપાવ્‍યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલ અને હિરેનભાઇ સોલંકીને મળેલી બાતમી પરથી કુવાડવા નજીક ક્રિષ્‍ના વોટર પાર્ક પાસેના હાઇવે પર વોચ ગોઠવી જીજે૧૧ડબલ્‍યુ-૪૪૦૧ નંબરના ટ્રકને આંતરી લેવાયો હતો. ટ્રકના ઠાઠામાં જોતાં તેમાં બ્‍લુ રંગના પ્‍લાસ્‍ટીકના કેરબાનો જથ્‍થો દેખાયો હતો. ટ્રકમાં દારૂ હોવાની બાતમી હોઇ કેરબા હટાવી તપાસ કરતાં પાછળથી રોયલ સ્‍ટેગ, બેગ પાઇપર્સ, ઓલ સીઝન્‍સ, ઓકસ્‍મીથ વ્‍હીસ્‍કી, ગ્રાન્‍ડ માસ્‍ટર વ્‍હીસ્‍કી, સ્‍ટર્લિંગ રિઝર્વ, રોક ફોર્ડ સહિતની બ્રાન્‍ડનો દારૂનો જથ્‍થો અને બડવાઇઝર બીયરનો જથ્‍થો મળી કુલ રૂા. ૩,૫૮,૨૬૦નો દારૂ બીયર મળતાં તે તથા ૭ લાખનો ટ્રક, ૧૫ હજારના બે મોબાઇલ ફોન, પ્‍લાસ્‍ટીકના ૩૯ કેરબા મળી રૂા. ૧૦,૭૩,૨૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

ટ્રકમાં બે શખ્‍સો બેઠા હોઇ પુછતાછ કરતાં પોતાના નામ લાલચંદ ઉર્ફ લાલો ગગનદાસ અડવાણી (ઉ.વ.૪૨-રહે. રેલનગર હેડગેવાર ટાઉનશીપ સી-વીંગ, ફલેટ નં. ૫૦૫, સાધુ વાસવાણી કુંજ રોડ, મુળ વતન કુતીયાણા) તથા સોયબ અહેમદભાઇ મોટાણી (ઉ.વ.૩૦-રહે. જામનગર રોડ પરસાણાનગર-૯, મુળ ભીસ્‍તીવાડ લક્ષ્મી લોન્‍ડ્રી પાછળ) જણાવ્‍યા હતાં. આ બંનેની ધરપકડ કરી પુછતાછ કરતાં બંને દમણથી આ દારૂ બીયર ભરીને લાવ્‍યાનું અને બજરંગવાડીના યાકુબ મુસાભાઇ મોટાણીનો આ દારૂ હોવાનું કબુલતાં બંનેને પકડી લઇ યાકુબની શોધખોળ શરૂ કરી હતી. યાકુબ અગાઉ પચાસેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એન. એન. પરમાર, એએસઆઇ હરદેવસિંહ જાડેજા, જલદિપસિંહ વાઘેલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હિરેનભાઇ સોલંકી, ગોપાલભાઇ પાટીલ, મોહિલરાજસિંહ ગોહિલ અને મહાવીરસિંહ ચુડાસમાએ આ કામગીરી કરી હતી.

 

(3:31 PM IST)