News of Wednesday, 7th August 2024
રાજકોટ લોકમેળોઃ સ્ટોલ-પ્લોટની હરરાજી આજે ચાલુ રખાઇઃ પણ કોઇ આવ્યુ નહિઃ કાલે પણ થશે
બપોરે ૧૨ાા સુધી આઇસ્ક્રીમ-બી કોર્નરમાં કોઇએ બોલી લગાવી નહિ

રાજકોટ તા.૭:રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની સંભવિત હરરાજી આગામી તા. ૮ મી ઓગસ્ટ ને ગુરુવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. તેમ એક યાદીમાં ઉમેરાયું છે.
જેમાં ૧. એ- ખાણીપીણી, ૨. બી-૧ કોર્નર ખાણી-પીણી, ૩. કેટેગરી એક્સ - આઈસક્રીમ, ૪. કેટગરી-ઝેડ (ઝેડ ટી કોર્નર), ૫. કેટેગરી-ઈ (ઈ યાંત્રિક), ૬. કેટેગરી-એફ (એફ યાંત્રિક), ૭. કેટેગરી-જી (જી - યાંત્રિક), ૮. કેટેગરી-એચ (એચ યાંત્રિક)ના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૩:૩૦ કલાકથી હરરાજી પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર પણ થઈ શકે છે, તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને રાજકોટ શહેર-૧ નાયબ કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
જો કે સીટી પ્રાંત-૧ ડો.ચાંદની પરમારે ‘અકિલા'ને જણાવ્યું હતુ કે અમે આઇસ્ક્રીમ ચોકઠા તથા બી-કોર્નર સ્ટોલની હરરાજી ચાલુ રાખી છે. ૧૨ાા નો ટાઇમ છે પરંતુ હજુ કોઇ આવ્યુ નથી. જો કોઇ આવશે તો હરરાજી ચાલુ કરીશું. કચેરીની ડેસ્ક ઉપર પણ આ મતલબની સુચના રખાઇ છે. (૨૨.૨૭)
પસ્તીનું અનુદાન કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છેઃ નિઃશુલ્ક વિતરણ
રાજકોટઃ યુવા સેના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી ઓને ફુલ સ્કેપ ચોપડા અને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવેલ જ્ઞાન એ જ શકિત, જ્ઞાન થકી અંધકારને દુર કરી શકાય છે. નવા ભારતના નિમાર્ણમાં વિદ્યાશકિત થકી જ સહભાગી બની શકાય છે. હજુ પણ આવનાર દિવસોમાં આ શિક્ષણનો પ્રોજેકટ અવિરત ચાલુ રહેશે જેમાં આપનો સાથ અને સહકાર આવકાર્ય છે.
(4:09 PM IST)










