News of Wednesday, 7th August 2024
ગુજરાત ગેસના પેમેન્ટ બાબતે ડો.દર્શિતાબેનની રજુઆત સફળ
પરિપત્રમાં સુધારોઃ ઉર્જા મંત્રીનો આભાર વ્યકત

રાજકોટ,તા. ૭: ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા ઘરેલુ ગેસ બીલ રૂા. ૨૦૦૦થી વધારેની રકમ રોકડ ે ચેકથી ન સ્વીકારવા તથા આ બીલની રકમ ફકત ઓનલાઇન પેમેન્ટથી કરવા ગુજરાત ગેસ કંપની દ્વારા પરિપત્ર થયેલ. આ સંદર્ભે ધારાસભ્ય ડો.દર્શિતા શાહને લોકો દ્વારા રજુઆત કરવા આવેલ જે રજુઆત અન્વયે ધારાસભ્ય ડો.દર્શિતા શાહે શ્રી કનુભાઇ દેસાઇ નાણાઉર્જા તથા પેટ્રોકેમીકલ્સ મંત્રીને રજુઆત કરવી. ઓનલાઇન ઉપરાંત રોકડ તથા ચેકથી પેમેન્ટ સ્વીકારવું જરૂરી હોવાનું સુચવ્યુ હતું. મંત્રીશ્રી દ્વારા કાર્યવાહી હાથધરી ઓનલાઇન ઉપરાંત રોકડ કે ચેકથી લોકોને પેમેન્ટ કરી શકશે તેવી સુચના આપવામાં આવેલ છે. તેમજ તેનો સત્વરે નિર્ણય લેતા લોકો પોતાનું ઘરેલુ બીલની હવેથી રૂા. ૨૦૦૦ ઉપરની રકમ રોકડ અથવા ચેકથી પેમેન્ટ કરી શકશે. આ અંગે કનુભાઇ દેસાઇ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સને વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ આભાર વ્યકત કરેલ છે.
(4:17 PM IST)










