<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

આત્‍મનિર્ભર ફાઉન્‍ડેશન દ્વારા નીધિ સ્‍કુલમાં સેમીનાર અને વિવિધ સ્‍પર્ધાનું આયોજન

રાજકોટ તા. ૭ : આત્‍મનિર્ભર ફાઉન્‍ડેશન દ્વારા એજયુકેશન એન્‍ડ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેમીનાર તેમજ રક્ષાબંધન નિમિતે વિવિધ સ્‍પર્ધાનૂં આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના બહેનોએ જણાવ્‍યુ હતુ કે આ સંસ્‍થા હંમેશા બાળકો અને બહેનોમાં સ્‍કીલ પાવર વધે તેવુ આયોજન કરે છે. ત્‍યારે હાલ તા. ૧૧ ના રવિવારે સાંજે ૪ થી ૫ નીધી સ્‍કુલ, ભારતીનગર-ર, રામાપીર ચોકડી પાસે એજયુકેશન એન્‍ડ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેમીનારનું વિનામુલ્‍યે આયોજન કરાયુ છે.

ઉપરાંત રક્ષાબંધન નિમિતે (૧) રાખડી સ્‍પર્ધા, (ર) વેસ્‍ટમાંથી બેસ્‍ટ, (૩) ગ્રીટીંગ કાર્ડ સ્‍પર્ધા રાખેલ છે. જેની ટોકન ફી રૂ. ૫૦ રાખેલ છે. આ નિમિતે જે ફંડ એકત્ર થશે તે ગરીબ ઝુપડપટ્ટીના બાળકોને મીઠાઇ તથા ભેટ વિતરણ કાર્યમાં વપરાશે.

નામ નોંધણી અને વધુ વિગત માટે મો.૮૮૪૯૮ ૦૨૬૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમારોહના મુખ્‍ય મહેમાન તરીકે નીધિ સ્‍કુલના ટ્રસ્‍ટી યશપાલસિંહ ચુડાસમા, હર્ષાબા ચુડાસમા, કરણી સેનાના મૌલિકભાઇ વાઢેર, ગૌ રક્ષકના અલ્‍પેશભાઇ લ્‍હેરૂ, શક્‍તિ એસોસીએટના રાજભા ઝાલા, સ્‍વયંભુ બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુહાની ધામેચા, હેતલ કોટક, અવની બગડાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. સંચાલન તન્‍વી લ્‍હેરૂ સંભાળશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અવનીબેન બગડાઇ, હેતલબેન કોટક, તન્‍વીબેન લ્‍હેરૂ નજરે પડે છે.

(4:18 PM IST)