<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

નગર સેવકના રોજીંદા રસ્‍તે ગંદકીના ગંજઃ આંખે પાટા!

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧ ના ગાંધીગ્રામના એરપોર્ટની દિવાલ પાસેના રોડ ઉપર ગંદકીના ગંજના કારણે લોકો ઉપર બીમારીનો ખતરો ઉભો થયો છે. નગર સેવકો-નેતાઓના રોજીંદા રસ્‍તા ઉપર આટલી ગંદકી જોવા મળતા કુતુહલ સર્જાયું છે. લોકોમાં કોર્પોરેટરોની આંખે પાટા હોવાની ચર્ચા થઇ રહી છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:19 PM IST)