<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સ્‍ટેન્‍ડમાં બસમાંથી ચાલક પ્રકાશ અસારી નશાની હાલતમાં ઝડપાયો

એસ.ટી. ડેપોના ઇન્‍સપેકટરે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ તા.૭: એસ.ટી બસસ્‍ટેન્‍ડમાં પર કળષ્‍ણનગર જુનાગઢ રૂટની બસના ચાલકને બ્રેથ એનેલાયઝરથી ચેક કરતા તેણે નશો કર્યો હોવાનું માલુમ પડ્‍યું હતું. જેથી આ અંગે સાબરકાંઠાના રાવતવાડામાં રહેતા બસ ચાલક સામે એસટી ડેપોના ટ્રાફિક ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, એસટી બસસ્‍ટેન્‍ડના ટ્રાફિક ઇન્‍સ્‍પેક્‍ટર મહંમદ રફીક આદમીયા કાદરી દ્વારાએ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,  ગઈકાલે પોતાની ફરજ પર હતા દરમિયાન મોડી રાત્રે ઉચ્‍ચ અધિકારીએ સૂચના આપી હતી કે કળષ્‍ણનગર જુનાગઢ રૂટની એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ.ટી ૦૮૪૫ નો ચાલક દારૂ પી બસ ચલાવે છે.જેથી તેને રોકી કાર્યવાહી કરવા સુચના આપતા બસ રાજકોટ એસટી બસપોર્ટ પર આવતા બસ ચાલક અને કંડકટર બંનેને બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યા હતા જેમાં બસ ચાલક પ્રકાશ કમજીભાઈ અસારી (ઉ.વ ૪૭) (રહે. રાવતવાડા, ભિલોડા, સાબરકાંઠા)એ દારૂ પીધો હોવાનું માલુમ પડતાં આ અંગે ટ્રાફિક ઇન્‍સ્‍પેક્‍ટરએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(4:39 PM IST)