News of Wednesday, 7th August 2024
શહેરમાં રાંદરડા તળાવે સર્જાશે પીકનીક પોઇન્ટ
મનપા દ્વારા ૧૭ કરોડના ખર્ચે બ્યુટીફીકેશનઃ બગીચાઓ, એલીવેટર બ્રીજ તથા બોટીંગ સહિતની સુવિધાઓ સાથેનું નવું નજરાણુ મળશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા. ૭ : ઈસ્ટઝોન વિસ્તારમાં પ્રદ્યુમનપાર્ક ઝુ સિવાય એકપણ ફરવા લાયક સ્થળ ન હોવાનું વિસ્તારવાસીઓ ે કહી રહ્યા છે. વર્ષો પહેલા રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ રાંદરડા અને લાલપરી તળાવનો આજુબાજુનો વિસ્તાર રમણીય હોવાથી આ સ્થળ પર્યટકો માટે વિક્સિત થઈ શકે તેમ લાગતા મનપાએ ત્યાં નવો પીકનીક પોઈન્ટ બનાવવા માટે રાંદરડા અનેલાલપરી તળાવના બ્યુટીફીકેશન કરવાનો નિર્ણય લીધો છે. અહીં વિવિધ પ્રકારના મનોરંજનો સાથેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. જે માટે ૧૭ કરોડના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરી કરાશે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે વધુમાં જણાવેલ કે, શહેરની બહાર ફરવા માટેના અનેક સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તાજેતરમાં અટલ સરોવરનું નઝરાણું લોકોમાટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પરંતુ ઈસ્ટઝોનમાં પર્યટક સ્થળ વિક્સાવવા માટે આ વિસ્તારના લોકોની માંગણી હતી. જે અનુસંધાને પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલ લાલપરી રાંદરડા તળાવની આજુબાજુના વિસ્તારમાં પીકનીક પોઈન્ટ બની શકે છે. તેનુંકારણ આવતા આ સ્થળની વિઝિટ કર્યા બાદ પીકનીક પોઈન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના બજેટમાં આવખતે રાંદરડા, લાલપરી તળાવના બ્યુટીફીકેશન માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ હોય તેમજ સ્થળ તપાસની કામગીરી પૂર્ણ કરી રાંદરડા, લાલપરી તળાવ ખાતે બાગ બગીચાઓ તેમજ એલીવેટર બ્રીજ અને બોટીંગ સહિતની મનોરંજન સુવિધાઓ વિક્સાવવા માટે રૂા. ૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની ટેન્ડર ઙ્કક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેન્ડર આવી ગયા બાદ તુરંત કામને મંજુરી આપી વર્કઓર્ડર આપી દેવામાં આવશે અને રાંદરડા, લાલપરી, બ્યુટીફીકેશનની કામગીરી પુર ઝડપે શરૂ કરવામાં આવશે.
રાંદરડા, લાલપરી તળાવની આસપાસના એરિયામાં બાગ-બગીચાઓ તેમજ બાળકો તેમજ મોટા લોકો માટેના પીકનીક પોઈન્ટની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ઈજનેરો દ્વારા લાલપરી, રાંદરડા બ્યુટીફીકેશનની ડિઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. જેની કોસ્ટ ૧૭ કરોડ રૂપિયા થવા જાય છે. આ ઙ્કજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે ટેન્ડર ઙ્કક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સહેલાણીઓનો મોટો ધસારો રહેવાના કારણે બાજુમાં આવેલ રાંદરડા અને લાલપરી તળાવ ખાતે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો સહેલાણીઓની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. અને શહેરીજનોને વધુ એક પીકનીક પોઈન્ટ ઉપલબ્ધ થાય તે માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
(4:40 PM IST)










