<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ત્રિરંગા યાત્રા અને આગામી તહેવારોને અનુલક્ષીને રેન્‍જ

ડીઆઇજી અશોકકુમાર યાદવની અધ્‍યક્ષતામાં ક્રાઇમ કોન્‍ફરન્‍સ

રાજકોટઃ ભાજપ દ્વારા આગામી દિવસોમાં શરૂ થનાર ત્રિરંગા યાત્રા તથા આગામી તહેવારોના અનુલક્ષીને રાજકોટ રેન્‍જ ડીઆઇજી અશોકકુમાર યાદવની અધ્‍યક્ષતામાં રાજકોટ રેન્‍જના પાંચેય જીલ્લાના એસપી તથા ડીવાયએસપીઓની ક્રાઇમ કોન્‍ફરન્‍સ રાજકોટ રેન્‍જ આઇજી કચેરી ખાતે યોજાઇ હતી.  આ ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં  આગામી દિવસોમાં કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઇ રહે તે માટે રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવે માર્ગદર્શન આપ્‍યું હતું. આ ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં રાજકોટ રૂરલના ડીઆઇજી જયપાલસિંહ રાઠોર, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ તથા સુરેન્‍દ્રનગરના એસપી ગિરીશ પંડયા તેમજ ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલા, જેતપુરના ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયા, મોરબીના ડીવાયએસપી સમીર સારડા તથા જામનગરના ડીવાયએસપી ઝાલા સહીતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:42 PM IST)