<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

દેશ વિરોધી માનસીકતા ધરાવનારાઓને તેનું સ્‍થાન દેખાડીએઃ તિરંગા યાત્રામાં ઉમટવા ઉદય કાનગડની હાકલ

કોંગ્રેસ નેતા ખુરશીદના નિવેદન સામે ધારાસભ્‍યનો આક્રોશ

 

રાજકોટ તા. ૭: પાડોશી દેશ બાંગ્‍લાદેશમાં કટ્ટરપંથીઓએ કરેલા સતાપલ્‍ટા બાદ હિન્‍દુઓની કત્‍લેઆમ થઇ રહી છે અને ભારત સરકાર પૂરી તાકાતથી બાંગ્‍લાદેશી સૈન્‍ય સાથે સંપર્કમાં રહી હિન્‍દુઓની હિફાજત માટે હાઇલેવલેનાં પ્રયાસો કરી રહી છે. ત્‍યારે દેશદાઝ દાખવવાને બદલે દેશ સામે ‘દાઝ' કાઢી કોંગ્રેસે ભારતમાં પણ બાંગ્‍લા દેશવાળી થઇ શકે છે એવી ખુની આશંકા વ્‍યકત કરી આખા હિન્‍દુસ્‍તાનને ગજબનો આંચકો આપ્‍યો છે, તેમ જણાવી રાજકોટના ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ એવું વળતું આહવાન કર્યું કે દેશ વિરોધી માનીસકતા ધરાવનારાઓને તેની સરીયનું ભાન થાય.

ધારાસભ્‍ય શ્રી કાનગડએ એક નિવેદનમાં જણાવ્‍યું છે કે કોંગ્રેસના દિગ્‍ગજ નેતા સલમાન ખુર્શીદનાં નિવેદને કોંગ્રેસ સહિત વિપક્ષોની મેલી મૂરાદ ખુલ્લી પાડી છે. ભારતમાં પણ બાંગ્‍લા દેશ વાળી થઇ શકે છે એમ કહી સલમાન ખુર્શીદ કોને ઉશ્‍કેરવા માંગે છે? અને તેનો વ્‍યકિતગત મત હોઇ ન શકે. કોંગ્રેસની માનસિકતા ભારતમાં બાંગ્‍લાદેશ જેવી અરાજકતા ‘જગાડવાની' અને મોટા પાયે તબાહી નોતરવાની છે. આવા પ્રયાસોને ઉગતા ડામવા તમામ રાષ્‍ધટ્રપ્રેમી હિન્‍દુસ્‍તાનીઓએ આગામી તા. ૧૦મી ઓગષ્‍ટે, શનિવારે રાજકોટ ખાતેથી પ્રસ્‍થાન થનારી ‘તિરંગા યાત્રા'માં મોટી સંખ્‍યામાં જોડાઇ દેશભકિત તેમજ હિન્‍દુસ્‍તાનીઓની એકતાની મિશાલ સર્જવા ધારાસભ્‍ય કાનગડએ હાકલ કરી છે.

નોંધનીય છે કે આગામી તા. ૧૦મીને શનિવારે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનાં નેતૃત્‍વ હેઠળ પ્રસ્‍થાન થશે. આ આયોજન તા. ૧પમી ઓગસ્‍ટના ઉપલક્ષમાં દશેપ્રેમ ઉજાગર કરવાનો મૂખ્‍ય હેતુ હતો, પરંતુ જે રીતે બાંગ્‍લા દેશમાં કટ્ટરપંથીઓએ સતા પલ્‍ટો કરી ત્‍યાંના લાખ્‍ખો હિન્‍દુઓ ઉપર જૂલ્‍મો-સિતમ ગુજારવો શરૂ કર્યો તે સાથેજ વિશ્‍વભરની નજર હિન્‍દુસ્‍તાન પર મંડાયેલી છે.

(4:43 PM IST)