News of Wednesday, 7th August 2024
સહકારી બેન્કોને હાઉસીંગ લોક સંપત્તિના પ અને ૧૦ટકા હાઉસિંગ ફાયનાન્સ મર્યાદામાં વિસ્તારવાની પરવાનગી
રામભાઇ મોકરીયાને સહકારી ક્ષેત્રની બેન્કો વિષયક પ્રશ્નોના રાજયસભામાં જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી

રાજકોટ, તા. ૭ : રાજસભામાં સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્દ્ર સરકાર નાણા વિભાગને લગતા સહકારી ક્ષૈત્રની બેન્કોના વ્યવસાયનું વૈવિધ્યકરણ બાબતે કેન્દ્રના નાણાં મંત્રાલયના રાજય મંત્રી પંકજ ચૌધરીને પ્રશ્નો પુછયા હતા. જેના જવાબો કેન્દ્રીય મંત્રીએ આપ્યા હતા.
સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ સહકારી ક્ષેત્રની બેંકોના વ્યવસાયમાં વિવિધતા લાવવા માટે વિવિધ પગલાં લીધા છે, જેમાં અન્ય બાબતોની સાથે, નીચેનાનો સમાવેશ થાય છે. ૧. ગ્રામીણ સહકારી બેંકો (રાજ્ય સહકારી બેંકા)ે (StCBs) અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો
અને પ્રાથમિક સહકારી બેંકોને કોમર્શિયલ રિયલ એસ્ટેટ-રેસિડેન્શિયલ હાઉસિંગ લોનને એટલે કે એકંદર કુલ સંપતિના અનુક્રમે ૫્રુઅને ૧૦ ટકા હાઉસિંગ ફાઇનાન્સ મર્યાદામાં વિસ્તારવાની પરવાનગી આપવામાં આવી છે,
ભારતીય રિઝર્વ બેંક એ StCBs/DCCBs માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા વધારીને ૧૦૦ કરોડથી ઓછી સંપત્તિ ધરાવતી બેંકો માટે રૂપિયા ૨૦ લાખથી ૫૦ લાખ અને ૧૦૦ કરોડ અથવા તેથી વધુ કરોડોની નેટવર્થ ધરાવતી બેંકો માટે રૂપિયા ૩૦ લાખથી વધારીને રૂપિયા ૭૫ લાખ કરી છે. આર.બી. આઈ. ના તારીખ ૭/૩/૨૦૨૪ ના સુધારા મુજબ જારી કરાયેલ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પરના માસ્ટર ડાયરેક્શનના સુધારા મુજબ, StCBs અને DCCBs ને હવે RBI ની પૂર્વ મંજૂરી વિના કાર્ડ રજૂકર્તાઓના સહ-બ્રાન્ડિંગ ભાગીદાર બનવાની મંજૂરી આપવામાં આવી છે.
માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટમાં તેમના લોન પોર્ટફોલિયોને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ક્ષેત્રમાં વૈવિધ્યીકરણ કરવા માટે સભ્ય ધિરાણ સંસ્થાઓ તરીકે StCBs અને DCCBsનો સમાવેશ કર્યો છે.
StCBs અને DCCBs ને ભારત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પાત્ર બનાવવામાં આવ્યા છે જેમ કેએગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) , વિશ્વકર્મા સ્કીમ, ભ્પ્ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના, PM ફોર્મલાઇઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના વગેરે.
નાબાર્ડે વિવિધ પુનર્ધિરાણ યોજનાઓ શરૂ કરી છે જેમ કે. મલ્ટી સર્વિસ સેન્ટર તરીકે પ્રાથમિક કળષિ ધિરાણ મંડળીઓ માટે વિશેષ લાંબા ગાળાના પુનર્ધિરાણ, તેમજ વિશેષ પુનઃધિરાણ યોજના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ, પાણી, સ્વચ્છતા અને હાયજીન પ્રવળત્તિઓ માટે લ્ય્લ્ને પ્રોત્સાહન આપવું.
મોડલ પેટા-નિયમો, વિકેન્દ્રિત અનાજ સંગ્રહ કાર્યક્રમો, સામાન્ય સેવા કેન્દ્રો (ઘ્લ્ઘ્ત), ન્ભ્ઞ્ વિતરકો અને પેટ્રોલ પંપ આઉટલેટ્સ વગેરે તરીકે લાયકાત દ્વારા ભ્ખ્ઘ્લ્ નું વૈવિધ્યકરણ.
સહકારી બેંકોને કોમર્શિયલ રિયલ એસ્ટેટ-રેસિડેન્શિયલ હાઉસિંગ (CRE-RH) લોનને નિર્ધારિત વિવેકપૂર્ણ મર્યાદામાં વિસ્તારવા માટે સક્ષમ કરવાથી તેમને વ્યવસાયના વધારાના રસ્તાઓ મળે છે. સહકારી બેંકો માટે ધિરાણના અવકાશમાં આ વિસ્તરણ હાઉસિંગ સેગમેન્ટમાં તેમની સંડોવણીને વધારે છે, જે વસ્તીને પોસાય તેવા આવાસ પૂરા પાડવાના વ્યાપક ધ્યેયને સમર્થન આપે છે. તેમ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે.
(4:48 PM IST)










