News of Wednesday, 7th August 2024
સફાઇમાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરોઃ રજૂઆત
રાજકોટ કામદાર યુનિયન દ્વારા સફાઇ કામદારોના વિવિધ પ્રશ્ન યોગ્ય કરવા

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સફાઇમાં કોન્ટ્રકટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા સહિતનાં વિવિધ પ્રશ્ને રાજકોટ કામદાર યુનિયનએ મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ અંગે રાજકોટ કામદાર યુનિયનએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પો.ની હદમાં આવેલ પ્રેમ મંદિર પાસે આવેલ પ્લોટમાં પીપીપી યોજના નામે ડો. બાબા સાહેબ આંબેકડરની પ્રતિમા ગુમ કરેલ છે તેની વિજીલન્સ તપાસ કરાવવી, સંપૂર્ણ કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી ધોરણે સફાઇ કામદારોની ભરતી કરાવવી, લઘુતમ વેતન, પી. એફ., ઇ.એસ.આઇ., બોનસ જેવા મુદ્્ાઓમાં થયેલ કૌભાંડોમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવી અને આ અમારા યુનિયનના બે પ્રતિનિધિઓને આ તપાસ સમિતિની કમીટીમાં સમાવેશ કરવો. મ્યુનિ. કોર્પો. માં આવેલા એસ. ઇ. ડબલ્યુ. એસ. ના પ્લોટ કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઇ કામદારોને રહેણાંક હેતુ માટે આવાસમાં બનાવી આપવા, અન્ય સમાજના લોકોને આપ્યા હોય તે રીતે અમોને પણ શહેરની ર૦ થી રપ સ્થળો ઉપર આર. એમ. સી. દ્વારા ફુડ કોર્ટ માટે સારા વિસ્તારોમાં લીઝથી અથવા પ્લોટ ફાળવવામાં આવે. કાયમી સફાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામામાં મેડીકલ સર્ટીફીકેટ રદ કરવું જેથી કોઇપણ સમસ્યા વગર કાયમી કામદારો ગમે ત્યારે રાજીનામુ મુકી શકે. તથા કામદાર યુનિયનને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કામદારોને લગત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓફીસની ફાળવણી કરવા સહિતના પ્રશ્ને મુદ્્ે યોગ્ય કરવા માંગ કરી છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:59 PM IST)










