<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વોર્ડ નં. ૧૪ ના લોક દરબારમાં કોંગ્રેસના ૧૪ લોક પ્રશ્‍નો : કામગીરી અંગે સવાલો

સ્‍માર્ટ સીટીમાં લોક ફરીયાદ માટે બે કલાક અપુરતી : પ્રશ્‍નો ૧ મહિનામાં હલ ન થાય તો ધરણા : ગજેન્‍દ્રસિંહ ઝાલા અને વિરલ ભટ્ટે પ્રશ્‍નોની ઝડી વરસાવી

રાજકોટ, તા. ૭: આજે મેયર નયનાબેન પેઢળિયા નો વોર્ડ નંબર ૧૪માં મેયર પ્રજાના દ્વારે મેયર નો લોક દરબાર કોઠારીયા રોડ પર ઓફિસે યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાન સિનિયર કોંગ્રેસ અગ્રણી શહેર કોંગ્રેસ પ્રવક્‍તા ગજુભાએ જણાવ્‍યું હતું કે કહેવાતા સ્‍માર્ટ સિટી માં લોક સમસ્‍યાનો રાફડો ફાટયો છે ત્‍યારે મેયરનો લોક દરબાર એ ફક્‍ત ૯ થી ૧૧ બે કલાક નો સમય અપૂરતો છે માટે મેયર લોકોના પ્ર‘ો અંગે ૧૧ થી ૫ દરેક વોર્ડ ઓફિસમાં પ્ર‘ો સાંભળે કોંગી આગેવાનોએ શરૂઆતમાં જ જણાવ્‍યું હતું કે મેયર નો લોક દરબાર હોય તો ફક્‍ત મેયર જ જવાબ આપે સુપર મેયર કે કોર્પોરેટરો જવાબ ન આપે શહેરના ૭૦ ટ્રાફિક બુથો પર મહાનગરપાલિકાની મંજૂરી વગર જાહેરાત મુદ્દે વિજિલન્‍સ તપાસ કરવા અને જવાબદારોને દાખલા રૂપ સજા કરવા રજુઆત કરેલ. ચાર-ચાર વર્ષોથી જાહેરાતો લગાડી ૧.૬૮ કરોડના આ કૌભાંડમાં વિજિલન્‍સ તપાસ કરવા મ્‍યુનિસિપલ કમિશનરને પત્ર અંગે પગલા ભરવા અંગે રજૂઆત કરવામાં આવી અને તે પત્રની નકલ મેયર શ્રી ને સુપ્રત કરેલ હતી.

 આ વોર્ડનો ભક્‍તિનગર સર્કલ માં આવેલ ફુવારો વર્ષોથી બંધ છે અને આ ફુવારામાં ગુરુકુળ સાથેના કરાર બંધ થયા છતાં ભક્‍તિનગર સર્કલ માં ના ફુવારા ની જાહેરાતો ન હટાવી આંખમીચામણા કરનાર સામે પગલાં  ભરવાં.

   તદુપરાંત વોર્ડ નંબર ૧૪ કે જે અગાઉ વોર્ડ નંબર ૧૫ અને ૧૯ માં વહેંચાયેલો એક ભાગ હતો તત્‍કાલીન સમયે વોર્ડ નંબર ૧૫માં ડી આઈ પાઇપલાઇન નાખી દીધી છે. પરંતુ અગાઉ ૧૯ માં આવતા અને હાલ વોર્ડ નંબર ૧૪ ના વિસ્‍તારોમાં ડી આઇ પાઇપલાઇન ન હોવાને પગલે વખતોવખત પાઇપલાઇનમાં ભંગાણ પડે છે અને શહેરમાં કદાચ સૌથી વધુ આ વોર્ડમાં પાઇપ લાઇન તૂટી છે અને પાણીનો બગાડ થાય છે એટલું જ નહીં વર્ષો જૂની પાઇપ લાઇનોને પગલે ડહોળું અને દુર્ગંધયુક્‍ત પાણી વિતરણને પગલે રોગચાળો ફેલાવ્‍યો હતો જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર મૌજુદ છે.

વાણીયા વાડીના બગીચામાં સોલાર લાઈટો બંધ છે થાંભલા છે પરંતુ લાઈટો વર્ષોથી નથી થાંભલા એ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. ભક્‍તિનગર સર્કલ થી ગીતામંદિર રોડ પરના ડિવાઇડરો જેમાં વળક્ષોનું પણ કરવામાં આવ્‍યું છે હાલ વળક્ષો ઘેઘુર થયા છે પરંતુ તે ડીવાઇડરમાં ત્રણથી ચાર ફૂટ બિનજરૂરી ખળ અને અન્‍ય બિનજરૂરી ઝાડ ઊગી નીકળેલા હોય તે કાઢી એટલે કે નિંદામણ કરી ડિવાઈડની સફાઈ  કરવી જરૂરી.

પ્રશ્‍નની વિગત  કોંગ્રેસ આગેવાનોએ  ઇ.ડી.પી. / આઈ.ટી., સોલીડ વેસ્‍ટ વિભાગ, વિવિધ ટ્રાફિક સિગ્નલમાં ડાબી બાજુએ વળવાના પ્‍લાસ્‍ટિકના ડીવાઈડર બેન્‍ડ વળી ગયા હોય અને અમુક નીકળી ગયા હોય ત્‍યાં નવા/રીપેરીંગ કરવા

ઝીબ્રા ક્રોસિંગ ભુસાઈ ગયા છે જે સ્‍થળે નવા રંગરોગાન કરવા

PMJAY કાર્ડ નવા ન નીકળતા હોય તેમજ ઈમરજન્‍સી કેસો દરમ્‍યાન કાર્ડ ન બનતા હોય તથા સર્વર ડાઉન હોય તો વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા અંગે.

કોઠારિયા કોલોની જેવા રેસીડેન્‍ટ વિસ્‍તારોમાં કોમર્શીયલ બાંધકામો થઇ રહ્યા છે ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે અંગે પગલા લેવા.

આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રખ્‍યાત સરદાર વલ્લભભાઈ પટેલ તાાનાગારમાં ડબલ ડાઈવીંગ બોર્ડ મુકવા અંગે.

વોર્ડ નં.૧૪માં વિવિધ વિસ્‍તારોમાં ફોગીંગ કામગીરી કરવા અંગે.મીલપરા મેઈન રોડ તથા લક્ષ્મીવાડી વિસ્‍તારમાં ગટર ઉભરાતી હોય જે અંગેની સત્‍વરે કામગીરી કરવા.

રાજકોટ મહાનગરપાલિકાનો વાર્ષિક વહીવટી અહેવાલ બનાવવા અંગે.

સોરઠીયા વાડી બગીચાની દયનીય હાલત હોય જેમાં મેઈન્‍ટેનન્‍સ ન થતું હોય એ અંગે.

સોરઠીયા વાડી સર્કલ, ભક્‍તિનગર સર્કલ, મીલપરા મેઈન રોડ, વગેરે મુખ્‍ય રોડ-રસ્‍તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થતો હોય અને રોડ ઉપર ખાડા પડતા હોય જે રીપેર કરવા અંગે.

સોરઠીયા વાડી ચોકમાં બ્રીજ બનાવવા અને ટ્રાફિકની જટિલ સમસ્‍યા ઉકેલવા અંગે રજૂઆત કરી હતી.

કાર્યક્રમમાં રજૂઆત સમયે ગજેન્‍દ્રસિંહ ઝાલા, બીજલભાઇ ચાવડીયા, નરેશભાઈ સાગઠીયા, મયુરસિંહ પરમાર, પરસાડીયા ભરવાડ ધીરુભાઈ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, મુકેશભાઈ પિત્રોડા, ચંદ્રેશભાઇ રાઠોડ, અનીશભાઈ જોશી, ચોટલીયા મનોજભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા

(5:00 PM IST)