હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
અટીકા ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં બંને પગ કપાઇ ગયા બાદ યુવાનનું મોત
આશરે પાંત્રીસ વર્ષના યુવાનના વાલીવારસને શોધતી માલવીયાનગર પોલીસ

રાજકોટ તા. ૭: ઢેબર રોડ અટીકા ફાટકથી માલવીયા ફાટક વચ્ચે ગઇકાલે સવારે આશરે ૩૫ વર્ષનો એક યુવાન વેરાવળથી રાજકોટ આવી રહેલી ટ્રેનની ઠોકરે આવી જતાં તેના બંને પગ કપાઇ જતાં ગંભીર હાલતમાંસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનને બચાવવા તબિબે પ્રયાસો હાથ ધરી તુરત જ ઓપરેશન કર્યુ હતું. પરંતુ થોડા કલાકોની સારવાર બાદ સાંજે તેણે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે માલવીયાનગર પોલીસને જાણ કરતાં યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ થઇ છે. યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો કે અકસ્માતે બનાવ બન્યો? તે જાણી શકાયુ નથી. મૃતકના કોઇ વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
(11:23 AM IST)










