<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જંકશન સ્‍ટેશનના ગેઇટ પાસેથી અર્ધબેભાન મળેલા યુવાનનું મોત

ત્રુટક અવાજે કલ્‍યાણસિંહ નામ બોલ્‍યો હતોઃ વાલીવારસને શોધતી પ્ર.નગર પોલીસ

રાજકોટ તા. ૮: જંકશન રેલ્‍વે સ્‍ટેશન મેઇન રોડ પર રેલ્‍વે એન્‍ટ્રી ગેઇટ બહાર અજાણ્‍યો આશરે ૩૫ વર્ષનો યુવાન અર્ધબેભાન પડયો હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબ પાઇલોટે તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. તેણે ત્રુટક અવાજે પોતાનું નામ કલ્‍યાણસિંહ જણાવ્‍યું હતું. વધુ બોલી શક્‍યો નહોતો. બિમારીથી મૃત્‍યુ થયાની શક્‍યતા જણાવાઇ હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સી. જે.. ઝાલા વધુ તપાસ કરે છે.

(12:15 PM IST)