તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
માનવ કદના અપૂજીત ‘નારાનાગ' શિવલીંગની પૂજા કરવાથી બાર જ્યોતિર્લિંગની પૂજા કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે
કાશ્મીરના દુર્ગમ, અજાણ સ્થળ ‘‘નારાનાગ''ના મહત્વને સૌપ્રથમ અકિલા દૈનિકે ઉજાગર કરેલ :બરફાચ્છાદિત પર્વતો, હરીયાળી વનરાઇ અને ધસમસતા પ્રવાહ સાથે વહેતી ગંગાબલ (સિંધુ) નદીના કિનારે ‘નારાનાગ' શિવ મંદિરનું મહત્વ અમરનાથ યાત્રા જેટલુ અને જેવું જ મનાય :‘નારાનાગ' મંદિર કાશ્મીરના પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલ છે

કાશ્મીર ખીણ એ માત્ર લીલા મેદાનો, લીલોતરી અને હિમાચ્છાદીત પર્વતો અને છલકાતા તળાવો માટે જ પ્રચલીત નથી પરંતુ ઐતિહાસીક અને ધાર્મિક ધરોહર માટે પણ એટલુ જ પ્રચલીત છે. તેમછતા પ્રવાસીઓ માત્ર શ્રીનગર, ગુલમર્ગ, પહેલગાંવ, સોનમર્ગ જેવા કુદરતી સૌંદર્યને નિહાળીને સંતોષ માની પ્રવાસ પુરો કરે છે.
કુદરતી સૌંદર્યની સાથોસાથ ધામિર્ક ધરોહરને જાણવી જરૂરી છે. કાશ્મીરમા ઘણા જ પૌરાણિક હિન્દુ ધર્મ સ્થાનો સ્થપાયેલા હતા, તે પૈકીના આજેપણ કેટલાક જીવંત સ્વરૂપે અને કેટલાક ખંઢેર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તે પૈકી પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત ‘‘નારાનાગ'' કે જ્યા શિવ મંદિરના અવશેષો આજે પણ જીવંત છે. માનવ કદના અપુજીત શિવલીંગ ઐતિહાસીક ભારતીય સનાતન ધર્મ ધરોહરની ઝાંખી કરાવે છે.
શ્રીનગર થી પ૦ કી.મી. દુર સોનમર્ગ હાઇવે ઉપર ગંડરબલ જીલ્લાના કંગન તાલુકા મથકથી આશરે એક રસ્તે ૧ર કી.મી. અથવા ૮ કી.મી. અને બીજા રસ્તે સ્થિતિ પહાડી ઉપર સિંધુ નદીની શાખા વંગત નદીના તટ ઉપર ડાબી બાજુ ભુતેશ્વર પર્વતના ચરણોમા બે ભાગમા ‘‘નારાનાગ'' નામનુ ભવ્ય ભુતકાળ ધરાવતુ મંદિર જે હાલ ખંઢેર સ્વરૂપે ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષીત કરાયેલ છે તેનો પ્રાચિન ઇતિહાસ જોઇએ તો આ મંદિર ૮ મી સદીના મહારાજા લલીતાદિત્ય દ્વારા બાંધવામા આવેલ.ત્યારબાદ વિશેષ સગવડતાઓ મહારાજા અવંતિવર્માએ ભૂમિમાંથી નિકળતા ઝરા (નાગ) ના સ્થળે સ્નાન માટે કુંડનું બાંધકામ કરેલ હતુ. જે કુંડમાં આદિકાળથી પાણીનો પ્રવાહ વહેતો હતો તે આજેપણ અવીરત યથાવત વહે છે.
પ્રાચિન ધાર્મિક માન્યતા અનુસાર પાંડવોના વનવાસ દરમ્યાન પાંડવોએ ભારતભરમા જુદી-જુદી જગ્યાએ અજ્ઞાતવાસ કરેલ તે પૈકીના અજ્ઞાત વાસનો થોડો સમય અહીંયા વિતેલ ત્યારે પાંડવોએ દેવાધીદેવ મહાદેવ શિવજીની સ્થાપના અહીંયા કરેલ હતી. જેના અવશેષ સ્વરૂપે પત્થરોના વાસણો, ખાંડલાઓ વગેરે અવશેષો મોજુદ હોવાનુ માનવામાં આવે છે. ‘‘નારાનાગ'' વાસ્તવમાં નારાયણ નાગનુ રૂપ છે. ચોતરફ પહાડો વચ્ચે ખળખળ વહેતી સિંધુ નદીના તટ ઉપર ટુરીસ્ટ પોઇન્ટ તરીકે વિકસેલ છે સ્વર્ગની અનુભુતી કરાવતા અલૌકિક વાતાવરણમાં આ સ્થળે સમય વ્યતિત કરવો તે એક જીવનનો અમુલ્ય લ્હાવો છે.
‘‘નારાનાગ'' તળેટીથી પર્વત ઉપર પ થી ૭ દિવસના ટે્રકીંગ માટે પ્રવાસીઓ ટે્રકીંગ કરતા હોય છે. ૧૬૮૪૦ ફુટ ઉંચા હરમુખ પર્વત પર કેડીએ ચાલીને ઉપર પહોંચતા લીલાછમ ઘાસના મેદાન સ્થિત ગંગાબલ તળાવ આવે છે. જે તળાવ આગળ જતા સિંધુ નદીમાં ભળી જાય છે. પર્વતારોહણ દરમ્યાન રસ્તામાં સ્ફટીક સમા નિર્મળ જળથી છલોછલ લહેરાતા વિષ્ણુસર અને કૃષ્ણસર નામના બે તળાવો આવે છે. આ તળાવોના કિનારે પર્વતારોહણ કરનાર પ્રવાસીઓ સાથે લાવેલ તંબુઓમાં રાત્રી વિરામ કરે છે તેમા ખાસ કરીને પુનમની રાત્રે પુર્ણ ખીલેલા ચંદ્રને આંબવા માટે હરખઘેલા તળાવો જાણે ઉછળતા હોય તેવુ અલૌકીકી દ્રશ્ય પ્રવાસીઓ માણે તે ઘડી તેમના જીવનની ચીર સ્મરણીય ઘડી થઇ જાય છે.
ખંડીત થયેલ ‘‘નારાનાગ'' મંદિરના અવશેષોમાં આજેપણ માનવ કદનુ શિવલીંગ અસ્તિત્વ ધરાવે છે જે અપુજીત છે. કહેવાય છે કે આ અપુજીત શિવલીંગની પુજા કરવાથી બાર ન્નયોતિલીંગની પુજા કર્યા બરાબર ગણાય છે. આ અપુજીત નારાનાગ શિવલીંગ આશરે સમુદ્ર તટથી ૪ર૦૦ મીટરની યંચાઇએ આવેલ છે.
આ અપુજીત શિવલીંગની પુજા કરવાથી આઘ્યાત્મિક શાંતી અને શુકુનની અનુભૂતી થાય છે. હિન્દુ ધર્મના માનવા અનુસાર અપુજીત શિવલીંગની પુજા કરવાથી સાત ભવના પૂણ્ય મળે છે તેમજ જીવનમાં સુખ, શાંતી અને સમૃઘ્ધિ સાથોસાથ શ્રઘ્ધામાં વૃઘ્ધિ, સકારાત્મકતા અને શાંતીનો અહેસાસ થાય છે.
કાશ્મીરના ભોમિયા અકીલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ આ જગ્યાએ ઘ્યાન ધરી અપુજીત શિવલીંગને ગંગાબલના પવિત્ર જળથી અભિષેક કરેલ અને તેઓએ આ સ્થળને ગુજરાત ભરમા ઉજાગર કરવા માટે અનેક વિડીયો અને અખબાર દ્વારા પ્રસાર અને પ્રચાર કરેલ, જેના ફળ સ્વરૂપે અનેક શિવ ભકતો આ ‘‘નારાનાગ'' સ્થળની મુલાકાત લઇ અપુજીત શિવલીંગની પુજા કરી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે આ અપુજીત ‘‘નારાનાગ‘‘ના ખંડિત મંદિરના અખંડિત શિવલીંગની પુજા કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે.
રાજકોટના જાણીતા તબીબ દંપતિ ડો.દિપકભાઇ પટેલ અને બીનાબેન પટેલ, આણંદની ખ્યાતનામ આકાંક્ષા હોસ્પીટલના ગાયનેક તબીબી નિષ્ણાંત ડો.નૈનાબેન પટેલ/તન્ના,ભાવનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.વિણાબેન પરીખ, નવસારીના ગાયનેકોલોજીસ્ટ ડો. શૈફાલીબેન નાયક અને સુઝલોન પ્રાઇવેટ લિમીટેડના ડિરેકટર્સ મનુભાઇ પાંભર અમરનાથ યાત્રાએ જવા માટે નિકળ્યા હતા ત્યારે ‘‘નારાનાગ‘‘ વિશે અકિલાના માઘ્યમથી જાણકારી મળતા જ તમામ યાત્રીકોએ ‘‘નારાનાગ'' ના ખંડિત મંદિરના અપુજીત શિવલીંગની પુજા કરવા માટે સંકલ્પ સાથે માનસરોવરનુ જલ, ગંગાજલ, અમરગંગા જલ, મધ, ઘી, દુધ વિગેરે દ્રવ્ય દ્વારા પુજા કરી પંચમુખી બિલીપત્રો ચડાવીને રૂદ્રાભિષેક કરેલ ત્યારે અલૌકિક વાતાવરણ સર્જાયેલ અને આકાશમા છવાયેલ વાદળોમા દિવ્ય શિવલીંગ સહ શિવ પરીવારના દિવ્ય દર્શન થતા યાત્રિકોએ ધન્યતાની અનુભૂતિ કરેલ.
યાત્રિકોએ જણાવેલ કે, અમોએ સનાતન ધર્મના અનેક સ્થળોએ યાત્રા કરી છે, પરંતુ ‘‘નારાનાગ‘‘ની યાત્રા એ જીવનનુ સંભારણુ છે. કાશ્મીરમા ‘‘નારાનાગ''ની યાત્રા ન કરી હોય તો અમરનાથની યાત્રા અધુરી છે તેવો અહેસાસ ચોકકસ થયો છે. તમામ સનાતન ધર્માનુરાગી અમરનાથ યાત્રાએ જતા હોય ત્યારે ‘‘નારાનાગ''ની યાત્રા કરવી જ જોઇએ.
‘નારાનાગ' અપુજીત શિવલીંગની પૂજા કરવાનો સંકલ્પ કરતા જ રાજકોટના ડોકટર દંપતિને અલૌકિક પરચાનો અહેસાસ થયો
પ્રસ્તુત ઉપરથી પહેલી તસ્વીરમાં ‘‘નારાનાગ''નું માનવ કદનું અપુજીત શિવલીંગ દ્રષ્ટિગોચાર થાય છે, બીજી તસ્વીરમાં રાજકોટના જાણીતા તબીબ દંપતિ ડો.દિપકભાઇ પટેલ અને બીનાબેન પટેલ,આણંદની ખ્યાતનામ આકાંક્ષા હોસ્પીટલના ગાયનેક તબીબી નિષ્ણાંત ડો.નૈનાબેન પટેલ/તન્ના, ભાવનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.વિણાબેન પરીખ, નવસારીના ગાયનેકોલોજીસ્ટ ડો. શૈફાલીબેન નાયક અને સુઝલોન પ્રાઇવેટ લિમીટેડના ડિરેકટર્સ મનુભાઇ પાંભર અપુજીત શિવલીંગની પુજા કરતા દ્રષ્ટિગોચર થાય છે તેમજ નીચેની તસ્વીરમાં તમામ ભકતજનો અપુજીત શિવલીંગની દિવ્ય પુજા અર્ચના કરી ધન્યતા અનુભવતા દ્રષ્ટિગોચર થાય છે.
હોટલ લતીફ ગેસ્ટ હાઉસના માલિક
લતીફ ચાચાએ સરહાનીય સેવા પ્રદાન કરી
લતીફ ચાચા કાઠીયાવાડી અને રાજકોટના પ્રવાસીઓની મહેમાન નવાજી અને ખેવના રાખવા માટે જાણીતા છે
શ્રીનગર સ્થિત કાઠીયાવાડી મીજાજની એકમાત્ર હોટલ લતીફ ગેસ્ટ હાઉસ કે જે કાઠીયાવાડી પ્રવાસીઓથી હંમેશા ભરચક હોય છે તેમજ લતીફ ગેસ્ટ હાઉસ રાજકોટના પ્રવાસીઓનું પણ પ્રથમ પસંદગીનું સ્થાન છે તેના માલિક લતીફ ચાચા એ પ્રવાસીઓની મહેમાન નવાજી અને ખેવના રાખવા માટે જાણીતા છે, તેઓ ડો.દંપતી દિપકભાઇ પટેલના હેલીકોપ્ટરમાંથી પડી ગયેલ મોબાઇલ અંગે સબંધિત સરકારી ખાતાઓમાં તેમજ સ્થાનીક કાશ્મીરીઓ સાથે સંપર્ક કરી ખૂબ જ મદદરૂપ થયા હતા અને તેનાથી પ્રવાસીઓમાં સંતોષની લાગણી વ્યાપી ગયેલ હતી.
આ અગાઉ પણ અમરનાથ યાત્રા દરમ્યાન અમરનાથ કેમ્પ મુકામે પરસાણા પરીવારના સદસ્યનું મૃત્યુ થયુ ત્યારે અને એક બીજા રાજકોટના પ્રવાસીનું મૃત્યુ થયેલ તે બન્ને વખતે તેમના મૃતદેહને રાજકોટ સુધી પહોંચાડવા અને સરકારી કચેરીઓમાંથી મૃતકના કેસ સબંધિત મરણ પ્રમાણપત્ર, પંચનામાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના કાનુની દસ્તાવેજો કાઢવામાં ભારે મદદ કરી હતી તે નોંધનીય બાબત છે.
‘‘નારાનાગ'' શિવલીંગની પુજાના સંકલ્પ માત્રથી
હેલીકોપ્ટરમાં ૬૦૦૦ ફુટ ઉંચેથી પડેલ મોબાઇલ હેમખેમ મળ્યાના અદભૂત પરચાની અનુભૂતી થઇ
શ્રીનગરથી પ્રથમ વખત અમરનાથ યાત્રા માટે શ્રાઈન બોર્ડ દ્વારા વીઆઈપી હેલીકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ, જેનાથી એક જ દિવસમાં યાત્રા પુરી કરી શકાય છે. ન્નયારે ડો.દિપકભાઇ પટેલ અને તેમના સહ યાત્રીકો હેલીકોપ્ટરમાં શ્રીનગર સીટી ઉપરથી આશરે ૬૦૦૦ ફુટની ઉંચાઇથી પસાર થતા હતા ત્યારે દાલ લેઇકનો ફોટો લેતા ડો.દિપકભાઇ પટેલનો વન પ્લસ-૧ર મોબાઇલ ફોન બહારની તીવ્ર હવાથી ખેંચાઇને વિન્ડોમાંથી બપોરે ૩ વાગ્યા આસપાસ પડી ગયેલ.
પાઇલોટને ડિસ્ટર્બ કર્યા વગર શ્રીનગર એરપોર્ટ ઉપર હેલીકોપ્ટર લેન્ડ થયા બાદ સહ પ્રવાસીએ પડી ગયેલ મોબાઇલ ઉપર કોલ કરતા રીંગો વાગી રહી હતી. આヘર્યજનક રીતે થોડી આશા જાગી. ડો.દિપકભાઇ પટેલના મીત્ર ડીવાયએસપી અમીતકુમારને તેમને જાણ કરી જેમને માત્ર ૧પ મિનીટમાં લાસ્ટ મોબાઇલનું લોકેશન શોધીને ત્રણ ઓફીસરને ગોતવા મોકલ્યા પરંતુ ફોન મળી ન શકયો, દરમ્યાનમાં એક પોલીસ ફરીયાદ પણ રજીસ્ટર કરી સાંજે ૬ વાગે રીંગ પણ બંધ થતા ફોનને ભુલી જવાનુ નકકી કર્યુ. પરંતુ રાત્રે ૯ વાગ્યે અચાનક બીજા ફોનમાં રીંગ આવે છે કે... કોણ બોલે છે ? ...... આપનો કોઇ ફોન ખોવાયેલ છે ? કહૃાુ ... હા ..... જેને પોતાના ફોનમાંથી કોલ કરીને ..... આધાર કાર્ડ મોકલી આપ્યુ ..... જેમાં એનુ અડે્રસ અને નામ હતું ‘‘જાવેદ યાટુ''.
ડો.દિપકભાઇ પટેલએ તેમને રૂબરૂ મળવાનું વિચાર્યુ પણ ડીવાયએસપીએ એમ ન કરવાનુ કહી એક ઓફીસર સરતાજજીને જવાબદારી સોંપીને બીજે દિવસે ૮:૩૦ વાગ્યે સવારે મળવાનું નકકી કર્યુ. જાવેદભાઇ જે લલિત હોટેલમાં માળી છે તે ફોન લઇને હાજર થયેલ અને ફોનને ફુલ્લી વર્કીંગ કન્ડીશનમાં અને આંખોમાં ઝળઝળીયા સાથે સુપ્રત કરેલ ત્યારે ‘‘નારાનાગ'' શિવલીંગના પુજા અંગેનો સાક્ષાત્કાર થઇ સકારાત્મક પરચાની અનુભૂતિ થઇ ત્યારે સૌ પ્રવાસીઓએ બાબા ‘‘નારાનાગ'' ના જયઘોષ કરી શિવજી પ્રત્યેની અપાર શ્રઘ્ધા વ્યકત કરી હતી.
(2:48 PM IST)










