હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંઢીયા પુલનું નવીનીકરણ પાંચ વર્ષે પૂર્ણ થવાની ભીતિ : કોંગ્રેસનો આક્ષેપ
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયાની મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૮ : સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવે અને મહાનગરપાલિકાની ઢીલી નીતિને પગલે હજારો લોકોને હાડમારી ભોગવવી પડશે પ્રોજેકટ બે વર્ષને બદલે પાંચ વર્ષે પૂર્ણ થાય તેવી ભીતિ કમિશનરને કોંગ્રેસ પ્રમુખ તથા મનપાના વિરોધ પક્ષના નેતાએ પત્ર પાઠવી રજૂ કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢીયા પુલના નવીનીકરણ માટે ૭૪.૩૨ કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે પરંતુ રેલવે તંત્રની ઢીલીનીતિ અને પ્રોજેક્ટ શરૂ થતા ડાયવર્ઝન માટે રાજકોટ મહાનગરપાલિકાને રાજવી સાથે વિવાદ થતા તત્કાલીન સમયે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો હાલ કામ સ્થગિત હોય તેવું સ્પષ્ટપણે જણાય છે.
સાંઢીયા પુલના નવીનીકરણ કરીને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર લેન બ્રિજ બનાવાય રહ્યો છે ત્યારે આ કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે કારણ કે એક બાજુથી કામ હાલ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. હાલ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ઝોન રેલવેમાં બોમ્બે પાસેથી હાલ મંજૂરી મળી જાય પછી કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે પરંતુ મંજૂરી બાબતે ત્રણથી ચાર મહિના ઉપર સમય થવા છતાંની આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવેલ છે. રેલવેની મંજૂરી મળ્યા બાદ પીજીવીસીએલ નું કામ આગળ વધી શકે એમ છે જે પગલે હજારો લોકોને આ અંગે વધુ સમય સુધી હાડમારી વેઠવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.
જયારે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી તે સમયે જાહેરનામું બહાર પડેલ તત્કાલીન સમયે તા. ૧૨ જાન્યુ.૨૩ શહેરની સામાજિક સંસ્થા અને અન્ય જાગૃત નાગરિકોએ આ અંગે બંને બાજુ ડાયવર્ઝન બાબતે જિલ્લા કલેકટરને અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆતો કરવા છતાં એક જ બાજુ ડાઈવરજન આપેલ હોવાને પગલે હાલ પેટ્રોલ પંપ તરફથી પસાર થતાં ભોમેશ્વર ના રસ્તે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે ટ્રાફિકની અંધાધુંધી ને પગલે લોકોને વર્ષો સુધી આ યાતનાઓ પસાર કરવી પડશે. રેલ્વે લાઈનના હયાત બ્રિજને કોઈપણ પ્રકારની નુકસાની ન થાય તે રીતે આધુનિક કટરથી ગુજરાતમાં સૌપ્રથમ ઉપયોગ કરી પીસ કરી તોડવામાં આવશે પરંતુ આ અંગેની મંજૂરી હાલ ટલ્લે ચડી છે. રેલવેના કારણે પી જી વી સી એલ નું કામ પણ હાલ ટલ્લે ચડ્યું છે.
આ બ્રિજ ન થાય ત્યાં સુધી એસ.ટી.ની ૬૦૦ બસોને ચારથી પાંચ કિલોમીટર શહેરમાં ફરવું પડે છે જે પગલે આ બસમાંના તમામ મુસાફરોને વધુ મુસાફરી ભાડુ ચૂકવવું પડે છે.
રાજકોટ મહાનગરપાલિકા એ આ અંગે બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની જે લોકોને બાહેધરી આપી છે તે પૂર્ણ થશે કે કેમ તે એક શંકા છે. કારણકે અગાઉ રેલવે ના કારણે શહેરના ગુરૂકુળ સહિતના પ્રોજેક્ટમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મ્યુ. સાંઢીયા પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા પત્ર પાઠવી માંગ કરી છે.










