તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
રાજકોટમાં ત્રણ દિ'માં ૬પ લાખની વીજચોરી ઝડપાઇઃ આજે પણ ૩૬ ટીમોનું ચેકીંગ કોમર્શીયલ તથા પેટ્રોલ પંપો ઉપર દરોડાના દોર...

રાજકોટઃ શહેરમાં વીજચોરી ઝડપી લેવા તંત્ર દ્વારા દરરોજ દરોડા પડાય છે, ત્રણ દિવસમાં ૬પ લાખની ડાયરેકટ વીજ ચોરી ઝડપાઇ છે. આજે પણ ૩૬ ટીમો દ્વારા ખોખડદળ, વાવડી અને મવડી બસ ડિવીઝનના વિસ્તારોમાં સવારથી ચેકીંગ શરૂ કરાયું છે, જેમાં લોઠડા ગામ, હાઇવે પરના કોર્મશીયલ સંકૂલો, લોઠડા-પીપળીયા રોડ પરના પેટ્રોલ પંપો ઉપર દરોડા પડાયા છે. આ ઉપરાંત બાલાજી પાર્ક, સુમંગલ-સોરઠીયા પાર્ક, કોઠારીયા ગામ, રસૂલપરા, રામનગર, મોહમદી બાગ-આવકાર, આગમન સોસાયટી, ખોડીયાર-આંબેડકર-ચામુંડા નગરમાં ટીમો ત્રાટકી છે.
(3:09 PM IST)










