<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

TP સ્‍ક્રીમો અધ્‍ધરતાલ હોય રૂંધાઇ રહ્યો છે વિકાસ

સ્‍કીમો ડ્રાફટ થયા બાદના સગવડીયા ફેરફારોથી આચરવામાં આવે છે કૌભાંડ ?? :ડ્રાફટ ટીપી થયા પછી ફેરફાર કરવામાં આવ્‍યા અથવા તો છૂટછાટ અપાઇ હોય તેવી ફાઈલ રીઓપન થાય તો સામે આવી શકે છે અનેક કૌભાંડો

રાજકોટ, તા. ૮ : કોઈપણ શહેરનો વિકાસ ત્‍યારે જ શકય બને જ્‍યારે જે તે શહેર અથવા તો સંભવિત અને નિર્ધારિત કરેલ વિસ્‍તારમાં માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવે જેને આપણે ટાઉન પ્‍લાનિંગ એટલે કે ટીપી સ્‍કીમ કહીએ. રાજ્‍ય સરકાર ટીપી સ્‍કીમ ના આધારે જ વિવિધ યોજનાઓ અને નાણાની ફાળવણી કરતી હોય છે જેથી જે તે વિસ્‍તારનો સંપૂર્ણ વિકાસ શકય બને. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ ટાઉન પ્‍લાનિંગ સ્‍કીમને અમલી બનાવવામાં આવી છે. પરંતુ હજુ પણ ઘણી ખરી ટીપી સ્‍કીમ રાજ્‍ય સરકારમાં પેન્‍ડિંગ પડેલી છે. જ્‍યાં સુધી ટીપી સ્‍કીમ મંજુર નહીં થાય ત્‍યાં સુધી જે તે વિસ્‍તારનો પ્રશ્‍ન સળગતો રહેશે અને જે માળખાગત સુવિધા મળવી જોઈએ તે પણ મળી શકશે નહીં.

રાજકોટની જો વાત કરવામાં આવે તો માધાપર, કોઠારીયા વાવડી આ તમામ એ વિસ્‍તાર છે કે જે હાલ મહાનગરપાલિકાની હદમાં આવી ગયા છે અને કોર્પોરેશનમાં ભળી ગયા છે ત્‍યારે આ તમામ એરિયાનો સંપૂર્ણ વિકાસ શકય બને તે હેતુસર ટીપી સ્‍કીમ હોવી ખૂબ જરૂરી છે હાલ આ અંગે પ્રસ્‍તાવ તો રાજ્‍ય સરકારમાં મૂકી દેવામાં આવ્‍યો છે અને કયાંક થી કયાંક સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે પરંતુ જે ફાઇનલ ટીપી તરીકે સરકાર તરફથી મંજૂરીની મહોર લાગવી જોઈએ તે હજુ સુધી લાગી નથી તેની પાછળના કયા કારણો છે તે હજી અકબંધ છે . સંપર્ક સૂત્રોના જણાવ્‍યા અનુસાર જે ડ્રાફ્‌ટ ટીપી સરકારમાં રજૂ કરવામાં આવી છે તેમાં અનેકવિધ સુધારાઓ વધારાઓ થઈ રહ્યા છે અને સતત ભૂલ પણ રાજ્‍ય સરકાર કાઢે છે. ત્‍યારે આ પ્રકારની ઘટના ભવિષ્‍યમાં ન ઘટે તે માટે હવે સ્‍થાનિક પ્રશાસન એટલે કે રાજકોટ મહાનગરપાલિકાએ ગંભીરતા પૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે કારણ કે જ્‍યાં સુધી ટાઉન પ્‍લાનિંગ એટલે કે ટીપી સ્‍કીમ મંજૂર નહીં થાય ત્‍યાં સુધી જે તે વિસ્‍તારનો વિકાસ શકય નહીં બને અને ધાર્યા કામકાજ પણ નહીં કરી શકે.

રાજકોટમાં મહુડી ટીપી સ્‍કીમને સરકારે મંજૂરી પણ આપી દીધી હોય તેવી વાત સામે આવી છે પરંતુ હજુ સુધી તે ફાઇનલ કરવામાં આવી નથી. ઘણીખરી ટીપી તો અનેક વર્ષોથી પેન્‍ડિંગ પડેલી છે ત્‍યારે ઝડપભેર આરટીપી મંજૂર કરવામાં આવે તેવી લોક માંગણી પણ ઉઠી રહી છે. તજજ્ઞોનું માનવું છે કે ટીપી ને યોગ્‍ય રીતે અને કાળજીપૂર્વક બનાવવામાં આવે તો વાંધા સૂચનો ઓછા આવશે અને સરકાર સુધી જે પ્રશ્‍નો ઊભા થઈ રહ્યા છે તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડવા આવશે પરંતુ કયાંક ને કયાંક આંતરિક પ્રશ્‍નોના કારણે રાજકોટનો જે વિકાસ છે ટીપી બાબતે તે રૂંધાઇ રહ્યો છે. રાજકોટ માટેની જે ટીપી સ્‍કીમની દરખાસ્‍ત રાજ્‍ય સરકારમાં મોકલવામાં આવે ત્‍યાં પણ અનેક પ્રશ્‍નો ઉભા થઈ રહ્યા છે ત્‍યારે હવે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જરૂરી છે કારણ કે હવે રાજકોટનો વ્‍યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને નવા નવા વિસ્‍તારો પણ હવે કોર્પોરેશનની હદમાં આવે છે ત્‍યારે યોગ્‍ય ટીપી જો ઊભી કરવામાં નહીં આવે તો ભવિષ્‍યમાં ઘણા ખરા પ્રશ્‍નો પણ ઊભા થઈ શકે છે જેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. ટાઉન પ્‍લાનિંગ વિભાગની જો વાત કરવામાં આવે તો અનેકવિધ ભ્રષ્ટાચાર સામે આવ્‍યા છે ત્‍યારે હવે નિષ્‍પક્ષ ત્‍યાંથી આ અંગે કાર્ય કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે જેને લઈ હાલ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા જે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તે ઘણા ખરા અંશે અસર કરતા પણ સાબિત થયા છે.

 ટાઉન પ્‍લાનિંગ વિભાગ દ્વારા અનેકવિધ ટીપી સ્‍કીમ ને સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવતી હોય છે પરંતુ ઘણા ખરા કિસ્‍સામાં આમ તો કહીએ તો મહત્તમ મોકલાવેલી ડ્રાફ્‌ટ સ્‍કીમમાં અનેકવિધ સુધારાઓ આવતા હોય છે ત્‍યારે તજજ્ઞોનું માનવું છે કે ડીપી થયા પછી એટલે કે ડ્રાફ્‌ટ ટાઉન પ્‍લાનિંગ સ્‍કીમ રેડી થાય તે બાદ કેટલીક છૂટછાટ આપવામાં આવી કેટલામાં ફેરફાર કરવામાં આવ્‍યા એ અંગે જો ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવે અને એ તમામ ભાઈઓને ફરી જો ખોલાય તો અનેક કૌભાંડો બહાર આવી શકે છે તેમાં કોઈ શંકાને સ્‍થાન નથી. હાલ તત્‍કાલીન ટાઉન પ્‍લાનિંગ અધિકારી સાગઠીયા દ્વારા જે કરેલી ગેરરિતીઓ સામે આવી તેનાથી અનેક પ્રશ્‍નો ઊભા થયા છે ત્‍યારે જો મહાનગરપાલિકાને મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા આ તમામ ફાઈલોને ફરી ઓપન કરવામાં આવે તો કૌભાંડોની હારમાળા સર્જાઈ શકે છે.

(3:10 PM IST)