તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના કાર્યાલયનો પ્રારંભ
ખૈલૈયાઓ થઇ જાવ તૈયાર... : રઘુકુળ યુવા ગ્રૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાધુ વાસવાણી રોડ ખાતે ભવ્ય આયોજન : સંપૂર્ણ પારીવારીક માહોલમાં યોજાશે પવિત્ર મહોત્સવઃ માતાજીના ગરબા, પ્રાચીન ગીતોની જામશે રમઝટ

જયદેવ રૂપારેલિયા (પીન્ટુભાઇ)
રાજકોટ : રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી યોજાનાર ‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪''નું ભવ્ય આયોજન કરાયું છે.
આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજકો અને રઘુવંશનાં યુવાન, ઉત્સાહી અને સાથી ટીમ જણાવે છે કે ઓકટોબર મહિનામાં દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુક્ત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝૂમશે. મા આદ્યશક્તિની આરાધના સૌ સાથે મળી કરશે.
નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે સર્વે જ્ઞાતીની બહેનો-માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્સવ માં ધાર્મિક વાતાવરણ ઉભુ કરાશે. આ રાસોત્સવમાં દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચીન સ્તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે ‘‘જય આદ્યાશકિત'' જાણીતા ભકિતપદથી રાસોત્સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમાવશે.
પિન્ટુભાઇની યાદીમાં જણાવાયું છે કે રઘુવંશી રાસોત્સવમાં અત્યાધુનીક ૧ લાખ વોલ્ટની ડીઝીટલ સાઉન્ડ સીસ્ટમ્સ રાખવામાં આવી છે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સીસ્ટમ્સનાં સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના બાઉન્સરો સુરક્ષા કવચ પુરું પાડશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ ૅ વિશેષ જાણકારી માટે જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું.
(3:12 PM IST)










