હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૮.૭૦ લાખના ખોવાયેલા ૬૦મો મોબાઇલ ફોન બી-ડીવીઝન પોલીસે શોધીને પરત આપ્યા
‘તેરા તુજકો અર્પણ' અને ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી' કાર્યક્રમ યોજાયો પી.આઇ.એસ.એમ.જાડેજા તથા ટીમની કામગીરીઃ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ બાંહેધરી અપાઇ

રાજકોટ,તા. ૮: સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી' અને ‘તેરા તુજકો અર્પણ' ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશ્નર શ્રી બ્રીજેશ કુમાર ઝા, જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ઇન્ચાર્જ ડીસીપી ઝોન-૧ના જગદીશ બાંગરવા અને એ.સી.પી. આર.એસ.બારીઆની સુચનાથી ગઇ કાલે બી.ડીવીઝન પોલીસ મથકમાં પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.મારૂ અને એ.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા બંને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં બી ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગુમ થયેલા અથવા પડી ગયેલા મોબાઇલ ફોન અંગે આવેલી અરજીઓનું સીઇઆઇઆર પોર્ટલ અને હ્યુમન સોર્સિસની મદદથી રૂા. ૮,૭૦,૭૦૯ની કિંમતના ૬૦ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા હતા. તેમજ બે મહિલા દરમ્યાન સાયબર ફ્રોડનો ભોગ બનનારા પાંચ અરજદારોના કોર્ટ મારફતે રીફન્ડ પ્રોસેસ કરાવી રૂા. ૨,૨૪,૩૦૩ની રોકડ રકમના પરત અપાવી હતી. તેમજ ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી' કાર્યક્રમમાં અલગ-અલગ વિસ્તારના લોકોના પ્રશ્નોને સાંભળી તેનું સમયસર નિરાકરણ લાવવા માટે બાહેંધરી આપવામાં આવી હતી. ઉપરાંત પોલીસની ત્રણ વાતમાં લોકોને સાયબર ફ્રોડ અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી. જેમાં અજાણ્યા ફોન પર બેંકને લગતી કોઇ પણ પ્રકારની માહિતી આપવી નહી કે કોઇ અજાણી લીંક ખોલવી નહિ. તથા વાહનન ચોરીના બનાવો અટકાવવા માટે વાહનોને હેન્ડલ લોક કરવા અને વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવા અને વાહન રોંગ સાઇડમાં નહીં ચલાવવું જેથી અકસ્માતના બનાવો બનતા અટકાવી શકાય તેમજ બહારગામ જતા સમયે ઘરમાં રોકડ તથા દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષીત જગ્યાએ તેમજ બેંક લોકરમાં રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.










