હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આગામી ર૦ ઓગષ્ટથી રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી સુધારણા સંદર્ભે ડોર ટુ ડોર સર્વેઃ ૧૮ ઓકટોબર સુધી ચાલશે
૧૯ ઓકટોબરથી ફોર્મ ચકાસણીઃ ર૯ ઓકટોબરથી દાવા-વાંધાઓનો નિકાલઃ ૬ જાન્યુ.-ર૦રપના રોજ ફાઇનલ યાદી પ્રસિધ્ધ થશે... : ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના પ રાજયોને બાદ કરતા તમામ રાજયો માટે કાર્યક્રમ જાહેર કર્યો...

રાજકોટ તા. ૮: ભારતના ચૂંટણી પંચે દેશના પ રાજયોને બાદ કરતા ગુજરાત સહિત દેશભરમાં આગામી ર૦ ઓગષ્ટથી ડોર ટુ ડોર સર્વે સંદર્ભે અને મતદાન મથકોનું વેરીફીકેશન સંદર્ભે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે.
અધીકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આગામી તા. ર૦-૮-ર૦ર૪ થી ૧૮-૧૦-ર૦ર૪ સુધી બૂથ લેવલ ઓફીસરો મારફત રાજકોટ શહેર જીલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સુધારણા-નામ કમી-ઉમેરા-સ્થળાંતર-અવસાન પામ્યા હોય તો તે સહિતની બાબતોનો સર્વે અને ફોર્મ ભરાવા અંગેની તથા મતદાન મથકોના ચેકીંગ અંગેની કાર્યવાહી શરૂ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે આ પછી ૧૯-૧૦-ર૦ર૪ થી ર૮-૧૦-ર૦ર૪ દરમિયાન આવેલ ફોર્મની ચકાસણી થશે, એ પછી ર૯-૧૦-ર૦ર૪ના પ્રાથમિક પ્રસિધ્ધિ થશે.અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે આ પછી ર૯-૧૦-ર૦ર૪ થી ર૮-૧૧-ર૦ર૪ દરમિયાન એક મહિનો મતદાર યાદીમાં આવેલ વાંધાઓ-દાવાઓ અંગે દર શનિ-રવિ નિકાલ કાર્યવાહી કરાશે.
આ દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આવેલ ફોર્મની સાથોસાથ ડેટા એન્ટ્રી પણ શરૂ કરાશે આ તમામ તબક્કા તા. ૧-૧-ર૦રપ પહેલા પૂર્ણ કરી લેવાશે, અને રાજકોટ શહેર-જીલ્લાની ફાઇનલ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધ ૬-૧-ર૦રપના રોજ થશે.ચૂંટણી પંચે ગયા વર્ષથી ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રીલ, ૧લી જૂલાઇ, અને ૧લી ઓકટોબર એમ ૪ તબકકા કરી નાંખ્યા છે. આ છેલ્લા તબકકામાં પ્રિ-રીવીઝન એકટીવીટી બીએલઓ મારફત મતદાર યાદીની હાઉસ ટુ હાઉસ સર્વે બીએલઓ મારફત ર૦ ઓગષ્ટથી ૧૮ ઓકટોબર દરમિયાન થશે, જેમાં પોલીંગ સ્ટેશનોની ચકાસણી, ઓળખપત્ર કાર્ડની કાર્યવાહી પણ આવરી લેવાઇ છે.










