હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેફયુજી કોલોનીમાં ૧૧ હજાર ચો.મી. જગ્યા ફાળવવા રેલ્વે પોલીસ દ્વારા માંગણીઃ કલેકટરને અધીકારીઓ મળ્યા
રેલ્વે પોલીસ આ જગ્યા ઉપર પોલીસ સ્ટેશન-સ્ટાફ કવાટર્સ બનાવવા માંગે છે... : બે વર્ષ પહેલા જમીન મંગાઇ હતીઃ કલેકટરે તાજેતરમાં આ ૩૮ હજાર ચો.મી. જમીન મેડીકલ કોલેજને ફાળવવા નિર્ણય લીધો હતો

રાજકોટ તા. ૮: તાજેતરમાં રેફયુજી કોલોનીમાં સરકારી કવાટર્સ ખાલી કરાવાયા બાદ પડેલ ૩૮ હજાર ચો.મી. સરકારી જમીન રાજકોટ મેડીકલ કોલેજને હોસ્ટેલ, કલબ હાઉસ-મેષ-સોસાયટી વિગેરે બનાવવા માટે ફાળવવા કલેકટરે નિર્ણય લીધો હતો.
આ બાબતે ગયા અઠવાડિયે કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.દરમિયાન આ જમીનમાંથી ૧૧ હજાર ચો.મી. જમીન ફાળવવા આજે રેલ્વે પોલીસ અધિકારીઓ કલેકટર પાસે પહોંચ્યા હતા, અને રેલ્વે પોલીસ સ્ટેશન, સ્ટાફ કવાટર્સ ફાળવવા અંગે જમીન આપવા માંગણી કરી હતી.
રેલ્વે પોલીસના પીઆઇ હિતેન્દ્રસિંહ રાણા, મહિલા ડીવાયએસપી શ્રી સેજલીયા કલેકટરને મળ્યા હતા અને ૧૧ હજાર ચો.મી. જમીનની માંગણી કરી હતી, કલેકટર દ્વારા આ જગ્યા ફાળવાય તો આ વિસ્તારનું અમૂક લેવલનું ન્યુસન્સ છે, તે પણ દૂર થશે, અમૂક બેકવર્ડ એરીયામાં રાહત થશે, મેડીકલ કોલેજ માટે પણ આ રાહતની બાબત રહેશે.










