<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

રાજકોટ યાર્ડમાં કપાસના મણના રૂ.૧પ૦૦ થી રૂા.૧પ૭૮ : સફેદ ચણાના રૂા.૧૮૦૦ થી રૂ.ર૭ર૦

માર્કેટીંગ યાર્ડમાં બાજરી, તુવેર, મગ, ચોળી, સીંગદાણાની આવક

રાજકોટ, તા. ૮:  રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવા અનાજ અને કઠોળની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના ૨૦ કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્‍થાની આવક થઇ છે, નિમ્‍ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

યાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ ૧૫૦૦થી ૧૫૭૮, ઘઉંનો ભાવ ૫૦૫થી ૫૭૫, બાજરી ૪૦૦થી ૪૭૦, તુવેર ૧૬૭૦થી ૨૨૦૦, ચણા સફેદ ૧૮૦૦થી ૨૭૨૦, મગ ૧૫૫૫થી ૧૭૪૪, ચોળી ૧૮૦૦થી ૨૫૯૨, સીંગદાણા ૧૫૦૦થી ૧૬૫૦, અળશી ૧૧૦૮થી ૧૧૦૮, તલી ૨૧૦૦થી ૨૪૦૦, એરંડા ૧૦૮૧થી ૧૧૮૬ અને કાળા તલ ૨૯૦૦થી ૩૫૧૬ જોવા મળ્‍યો છે.)

(3:52 PM IST)