તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
સત્ય પરેશાન થાય, પરાસ્ત નહિ : યુનિ.માં કલાધર આર્ય પુનઃ ફરજ પર હાજર
તત્કાલીન કુલપતિ ગીરીશ ભીમાણીની કિન્નાખોરીનો ભોગ બનેલા કલાધર આર્યનું દોઢ વર્ષ બાદ યુનિવર્સિટીમાં આગમન

રાજકોટ, તા., ૮: કહેવાય છે ને કે સત્ય પરેશાન થાય પરંતુ પરાસ્ત કોઇ દિ' નથી થતું... આ ઉકિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત એકેડેમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર ડો.કલાધર આર્યના સસ્પેશન પ્રકરણમાં સાબીત થયું છે.
તત્કાલીન કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીએ તેના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ નિર્ણયો કર્યા હતા. તેમાં જે વ્યકિતનું અસ્તિત્વ જ નથી તેના નામે ફરીયાદ લઇ ડો.કલાધર આર્યને ગેરલાયક ઠેરવી દીધા હતા. આ ફરીયાદને પગલે કલાધર આર્યએ લડત ચલાવી હતી. કલાધર આર્યની લડતથી નારાજ થયેલા તત્કાલીન કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી અને તત્કાલીન કાર્યકારી કુલસચિવ અમીત પારેખે કલાધર આર્યને સસ્પેન્ડ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશવાની પણ મનાઇ ફરમાવી દીધી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન સતાધીશોના એકપક્ષીય નિર્ણય સામે કોર્ટમાં ન્યાય માંગેલ. સતા પરિવર્તન થયા બાદ વર્તમાન કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાએ કલાધર આર્યનું સસ્પેન્શન રદ કર્યુ છે અને ફરી ફરજ પર લીધા છે.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત એકેડેમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર પદે ફરજ પર કલાધર આર્ય હાજર થયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છેકે કલાધર આર્યએ ત્યારે સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલમાં સત્યનો પક્ષ લઇ રજુઆત કરી હતી. પરીણામે ગીરીશ ભીમાણી અને તેની નજીકના જુથને ખુબ સહન કરવુ પડયું. આખરે સસ્પેન્શન શષા ઉગામી કલાધર આર્યને યુનિવર્સિટીમાંથી જ કાંટો કાઢી નાખ્યો હતો.
(3:53 PM IST)










