હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટનાં રાજવી લાખાજીરાજ પ્રજા સાથે જોડાયેલા હતા : બ્રિટીશ સલ્તનત સાથે તેઓ જોડાયા ન્હોતા
આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઇતિહાસ : શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘પથેર દાબી' પુસ્તક લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનીઃ સરોજિની નાયડુ કવયિત્રી હતા અને લડતમાં સક્રિય હતા અને જેલમાં પણ જવું પડ્યું.રાજકોટનાં રાજવી લાખાજીરાજ પ્રજાનાં પ્રશ્નો માટે સતત જાગળત રહ્યા હતા

રાજવી લાખાજીરાજે ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ' માટે સંમતિ આપી. વિઠ્ઠલભાઈ પટેલ રાજકોટનાં આંગણે ઉતર્યા. ઈ.સ. ૧૯૨૫ માં રાજકોટમાં ‘પ્લેગ' ફાટી નિકળ્યો. માંદા લોકોની માવજત માટે દવાની વ્યવસ્થા કરી. સદ્્ભાગ્યેએ જીવ્યા ત્યાં સુધી દખલગીરી કરવાની હિંમત અંગ્રેજ સરકાર કરી ન શકી. તા. ૦૨/૦૨/૧૯૩૦ ને રવિવારનાં રોજ લાખાજીરાજે બપોરે વિદાય લીધી.
સરોજિની નાયડુ
(૧૮૭૯-૧૯૪૯)
પ્રસિદ્ધ કવિયિત્રી સરોજિનીને ભારત સરકાર દ્વારા પ્રભાવી અભિવ્યક્તિ અપાઈ હતી. તેમને ઉચિત ભારત કોકિલાનું બિરૂદ અર્પણ કરાયું હતું. ગાંધીજીની પ્રજા માટેની લડતમાં સક્રિય જોડાઈ ગયા. પરિણામે, તેમને જેલમાં મોકલ્યા અને તેમની તબિયત વિકટ થતી ગઈ. સરોજિની નાયડુ કવિ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી ઈ.સ. ૧૯૪૭ માં મળી અને તેનાં બે વર્ષ બાદ ઈ.સ. ૧૯૪૯ માં તે અવસાન પામ્યા.
શરતચંદ્ર ચટોપાધ્યાય
(૧૮૭૬-૧૯૩૮)
શરતચંદ્ર ચટોપાધ્યાય ભારતનાં મહાન લેખક હતા અને તત્કાલિન સમયે દેશમાં ક્રાંતિકારી લેખક તરીકે પ્રસિદ્ધ થયા હતા. તત્કાલીન સમયે નારીનાં જટીલ પ્રશ્નો અંગે પણ તેઓ જાગળત હતા. પ્રજાને તેમનાં પ્રતિ ખૂબ જ સહાનુભૂતિ હતી. રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય બન્યા અને ‘હાવરા' કોંગ્રેસનાં સચિવ હતા અને ક્રાંતિકારીઓ માટે ખૂબ જ સહાનુભૂતિ રાખતા હતા. તેમનાં ઉપન્યાસ ‘પથેર દાબી' ને લોકોમાં ઘણું લોકપ્રિય બન્યું અને પ્રજાને સમજાયું હતું કે દેશમાં બરબાદ કરવામાં આવે છે.
સંકલન
નવીનભાઈ ઠક્કર
મો. ૯૮૯૮૩૪૫૮૦૦










