હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
શ્રાવણી પુનમે રામનાથ મહાદેવનું ફુલેકુ
બપોરે શોડષોપચાર પૂજન બાદ નિજ મંદિરેથી પ્રસ્થાન : નિયત રૂટ પર ફરશે

રાજકોટ તા. ૮ : આજીનદીના કાંઠે બિરાજતા અને ગ્રામદેવતાથી ઓળખાતા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિરે સતત ૧૦૧ માં વર્ષે ફુલેકાનું આયોજન કરાયુ છે. શ્રાવણ વદ પુનમના રક્ષાબંધન પર્વે તા. ૧૯ ના સોમવારે સાંજે ૪ વાગ્યે આ ફુલેકુ શ્રી રામનાથ મંદિર, રામનાથપરા રોડ ખાતેથી પ્રારંભ થશે. અહીંથી કોઠારીયા નાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિર પાછળથી કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઇ રામનાથ મહાદેવ મંદિરે પરત ફરશે. ફુલેકા પૂર્વે બપોરે ૩ વાગ્યે શોડષોપચાર પૂજન રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ દર્શન-પૂજનનો લાભ લેવા મહંતશ્રી પૂ.હરસુખગીરી ગોસ્વામી (મો.૯૮૨૫૧ ૫૯૩૧૧) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
(3:59 PM IST)










