હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોબાઇલમાં ગુગલ-પેનો પાસવર્ડ મેળવી
પ્રદીપ બેલડીયા સાથે રૂ.૭૪ હજારની ઠગાઇ

મોરબી રોડ મહાશકિત પાર્કના યુવાનની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદઃ મિત્ર જય રાતડીયા તથા સગીરે કટકે-કટકે રૂપીયા ઓનલાઇન ટ્રાન્સફર કરી નાખ્યાઃ બંનેની પુછપરછ
રાજકોટ :તા. ૮: મોરબી રોડ જકાત નાકા પાસે મહાશકિત પાર્કમાં રેહતા યુવાનના મોબાઇલમાં ગુગલ પે નો પાસવર્ડ મેળવી તેના મિત્ર સહિત બે શખ્સોએ કટકે કટકે રૂા. ૭૪૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી આચરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મહાશકિત પાર્કમાં રહેતા પ્રદિપ પ્રવિણભાઇ બેલડીયા (ઉ.વ. ૨૦) એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સરધારનો જય રાતડીયા અને અમીત નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોતે કેટરર્સમાં ઓટો રીક્ષા ચલાવે છે. અને બરફના ગોલાનો ધંધો પણ કરે છે. પોતે બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવે છે. અને પોતાને ધંધાના લીધે ગુગલ પે એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. ગત તા. ૩ ના રોજ પોતે ઘરે હતો ત્યારે પોતાના મોબાઇલમાં ગુગલ પે એપ્લીકેશનમાં પોતાના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા રૂા. ૭૯૬ બતાવવા પોતે તા. ૫ ના રોજ બેંકમાં જઇ પાસબુકમાં એન્ટ્રી કરાવતા અલગ-અલગ તારીખે રૂા.૭૪૦૦૦ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદ પોતે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા પીએસઆઇ વી.એન. કલોત્રાએ પ્રદીપની ફરિયાદ પરથી સરધારના જય રતડીયા સહિત બે શખ્સો સામે ગુનો દાખલ કરી બંનેને સંકજામાં લઇ પી.એસ.આઇ એમ. આઇ. શેખે તપાસ આદરી છે.(૩.૧૬)










