<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શનિવારે તિરંગા યાત્રા : બહુમાળી ચોકથી પ્રસ્‍થાન

મનપા ખાતે આયોજન અંગે બેઠક મળી : વિવિધ વેપારી - ઇન્‍ડસ્‍ટ્રી એસો., ધાર્મિક - સામાજિક - શૈક્ષણિક સંગઠનો હાજર રહ્યા

રાજકોટ તા. ૮ : રાજય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્‍વજના સન્‍માનમાં સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન ‘તિરંગા યાત્રા' કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૮ થી તા.૧૫ સ્‍વતંત્રતા સપ્તાહ દરમ્‍યાન રાજય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્‍વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સ્‍વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૦ના રોજ સવારે ૯ કલાકે ‘તિરંગા યાત્રા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ᅠઆ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષતામાં, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, ધારાસભ્‍યઓ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના હોદેદારો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના હોદેદારો તથા વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં મિટિંગ યોજાઈ હતી.

આ મિટીંગમાં ઉપસ્‍થિત વિવિધ એન.જી.ઓ., શાળા-કોલેજો, યુનિવર્સીટીઓ સહિતની સંસ્‍થાઓના પ્રતિનીધિઓએ આ ‘તિરંગા યાત્રા' કાર્યક્રમમાં મહત્તમ સંખ્‍યામાં ઉત્‍સાહભેર સામેલ થવા ખાતરી આપેલ હતી.ᅠ

મિટિંગની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન અને મિટીંગનું સંચાલન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું. મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા આભારવિધિ સમાજ કલ્‍યાણ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ કરી હતી.

આ સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારાᅠશ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍ટેચ્‍યુ,ᅠબહુમાળી ભવન ચોક,ᅠરેસકોર્ષ રિંગ રોડ ખાતેᅠતિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. આ પરેડમાં પોલીસ જવાનો, શાળા-કોલેજના બાળકો, શાળાના બેન્‍ડ, પોલીસ બેન્‍ડ, સામાજિક અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, યોગ બોર્ડ, યુવક બોર્ડ, રમતવીરો, જિલ્લા આઈકોનિક વ્‍યક્‍તિઓ તથા બહોળી સંખ્‍યામાં શહેરીજનો જોડાશે.

આ તિરંગા યાત્રા સફળ બનાવવા માટેᅠવ્‍યવસાયિક એસો.,ᅠવિવિધ ચેમ્‍બર્સ, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્‍ડર્સ,ᅠઆર્કીટેકટ,ᅠકન્‍સલ્‍ટન્‍ટન્‍ટ એસો., એન્‍જીિનયરીંગ એસો.,ᅠતાબા હેઠળના કોન્‍ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, NGO,ᅠસખી મંડળો, રમત ગમતની સંસ્‍થાઓ, NSS, NCC, IMA ,ᅠકેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસો., હોટેલ,ᅠરેસ્‍ટોરન્‍ટ,ᅠફૂડ વેન્‍ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ,ᅠRMCᅠસંચાલિત હાઈસ્‍કૂલો, યુનિવર્સીટી, ખાનગી,ᅠટ્રસ્‍ટ સંચાલિત શાળાઓ,ᅠકોલેજો, સ્‍માર્ટ સોસાયટીઓ, તાબા હેઠળના તેમજ કોન્‍ટ્રાકટરોના કર્મચારીઓ, બાર એસો.,ᅠચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ એસો. વગેરે સાથે સંકલન માટે ચેરમેનો, કોર્પોરેટરો અને અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે.

રાષ્ટ્રધ્‍વજના ગૌરવ માટે સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૦ના રોજ સવારે ૯ કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ મિટિંગમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખᅠમુકેશભાઈ દોશી, ધારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડ,ᅠરમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ,ᅠડેપ્‍યુટી મેયરᅠનરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનᅠજયમીનભાઇ ઠાકર, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, શાસકપક્ષ નેતાᅠલીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્‍યો, શહેર ભાજપના હોદેદારો, શહેર ભાજપ વોર્ડ સંગઠનના હોદેદારો, ડેપ્‍યુટી કમિશનરᅠસ્‍વપ્‍નિલ ખરે, ચેતનભાઈ નંદાણી, હર્ષદભાઈ પટેલ, મહાનગરપાલિકાના અધિકારીઓ, શાળા-કોલેજના પ્રતિનિધિઓ, જીલ્લા શિક્ષણ અધિકારી, શાસનાધિકારી, યુનિવર્સીટીના પ્રતિનિધિઓ, સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી, યોગ બોર્ડના અધિકારી, રાજકોટ શહેરની વિવિધ એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્‍થાના પ્રતિનિધિઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા

(4:07 PM IST)