<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

મહિલા ભાજપ મોરચા દ્વારા ગાંધીગ્રામ ગંગેશ્વર મંદિરે પૂજન અર્ચન

રાજકોટ : ગાંધીગ્રામમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના દરેક સોમવારે વિવિધ શણગાર સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. જે અંતર્ગત પ્રથમ સોમવારે શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી અને મોરચાના બહેનોએ પૂજન દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત જીતુગીરી ગૌસ્‍વામી અને અંકિતગીરી ગૌસ્‍વામીએ પૂજા કરાવી હતી. પ્રથમ સોમવારે બરફના શીવલીંગ સાથે અમરનાથ દર્શનની શોભા તૈયાર કરાઇ હતી. જયારે આગામી બીજા સોમવારે મહાકાલ દર્શન સાથે ભસ્‍મ આરતી સાંજે ૭.૩૦ કલાકે ઉતારાશે. ત્રીજા સોમવારે શિવશક્‍તિ દર્શન, ચોથા સોમવારે અનુખા દર્શન, પાંચમાં સોમવારે સોમનાથ દર્શન ખુલ્લા મુકાશે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા અમિતરાજ ચૌધરી, કલ્‍પેશભાઇ રામાણી સહીત મંદિરના કાર્યકર્તાઓ તેમજ ગાંધીગ્રામ મહિલા મંડળના શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી (મો.૭૫૬૭૧ ૫૫૭૧૮) સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૫)

(4:34 PM IST)