News of Thursday, 8th August 2024
રાજકોટ શહેર એસઓજીએ ૧.૮૩ લાખના મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ સાથે બે શખ્સને બામણબોર પાસે દબોચ્યા: પીઆઇ ડી.સી. સાકરીયા, પીએસઆઇ માજીરાણા અને ટીમની કામગીરી: દિગ્વિજયસિંહ અને હાર્દિકસિંહની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકે તે માટે "SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના મળી હોઇ જે અન્વયે એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેકટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિગ્વિજસિંહ ગોહિલ તથા કોન્સ. હાર્દીકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર નવાગામ બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે એરપોર્ટ પોલીસ ચેકપોસ્ટ સામેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા જીતુદાન બાણીદાન જેસાણી (ઉ.વ.૨૬ રહે. જીનેશ્વર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૧ ચોથા માળે નાગેશ્વર પાસે ભવાની ચોક જામનગર રોડ રાજકોટ) તથા રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા (ઉ.વ.૨૬ રહે.નહેરૂનગર શેરી નં.૨ નાના મૌવા રોડ નાગબાઇ કૃપા રાજકોટ)ને પકડી લઈ માદક પદાર્થ મેફેડ્રોન ૧૮.૩૪ ગ્રામ કિંમત રૂ. ૧,૮૩,૪૦૦ સાથે પકડી લીધા છે.
બને પાસેથી એમડી ઉપરાંત ફોન, નમ્બર વગરની સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. ૩,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જીતુદાન બાણીદાન જેસાણી અગાઉ મારામારી, દારૂ, લૂંટ સહિતના પાંચ ગુનામાં સંડોવાઈ ચુક્યો છે અને પાસામાં જઇ આવ્યો છે. જ્યારે રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા હત્યા, હત્યાની કોશિષના બે ગુનામાં પકડાયો હતો.
પોલીસ કમિશ્નર બરાજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇ (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અનુસાર એસ.ઓ.જી શાખાના પો.ઈન્સ. ડી.સી. સાકરીયા તથા પી.એસ.આઇ એમ.બી.માજીરાણા તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા ફિરોજભાઈ રાઠોડ તથા અરૂણભાઇ બાંભણીયા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા વિરદેવસિંહ જાડેજા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા નાઝનીનબેન સોલંકી સહિતે આ કામગીરી કરી છે.
(7:19 PM IST)










