તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 8th August 2024
રાજકોટમાં કપાસનો ભાવ રૂ. 1578 સુધી બોલાયો જાણો રાજ્યની 13 માર્કેટ યાર્ડમાં શું છે આજે ભાવ?
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ નિઝરમાં રૂ.1617 બોલાયો: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 122.10 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ નિઝરમાં રૂ.1617 બોલાયો હતો. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1578 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયા સુધી ગયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 122.10 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 59 ટન, બોટાદમાં 30.80, અમરેલીમાં 21.90, જૂનાગઢમાં 7 ટન, સુરતમાં 1.20, ભરૂચ અને જામનગર જિલ્લામાં 1.10 ટન કપાસની આવક થઇ છે.
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?
માર્કેટ ટાર્ડનીચો ભાવઉંચો ભાવનિઝર15771617બોટાદ11491580રાજકોટ15001578અમરેલી8601556જસદણ13001554સાવરકુંડલા12801532જેતપુર(જિ.રાજકોટ)10711521ભેસાણ10001471ખાંભા14701470જામનગર13201425ધ્રોલ10951415જંબુસર(કાવી)11201200જંબુસર10801160
(8:30 PM IST)










