<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ખાદીના રાષ્‍ટ્રધ્‍વજ પર લોકોનો પ્રેમ વધ્‍યોઃ ૩ દિવસમાં ધુમ વેચાણ રાજકોટ ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે વિશેષ વ્‍યવસ્‍થા

રાજકોટ તા.૯: આગામી ૧૫ ઓગષ્‍ટના સ્‍વાતંત્રયદિવસ આવે છે. આઝાદીના ૭૫માં વર્ષથી છેલ્લા બે વર્ષથી લોકો પોતાના ઘરે ઘરે ખાદીનો રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવે છે. હવે ‘‘હર ઘર ઁિત્રરંગા ઘર ઘર ત્રિંરગા'' સુત્ર સાર્થક થાય છે. પહેલા સરકારી કચેરી, શાળા, કોલેજો વગેરેમાંજ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવતાં પણ હવે ઘરે ઘરે લોકો ઉત્‍સાહથી રાષ્‍ટ્રધ્‍વજની ખરીદી કરે છે. ખાદી ભવન- ત્રિકોણબાગમાં છેલ્લા ૩ દિવસમાંજ એક લાખ ઉપરના રાષ્‍ટ્રધ્‍વજનું વેચાણ થયેલ છે. તેમ મેનેજરશ્રી જીતેન્‍દ્રભાઇ શુકલએ જણાવેલ ભારતના બંધારણમાં ખાદીનો જ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવો તેવું બંધારણમાં સ્‍પષ્‍ટ છે. અહિં ખાદીભવનમાં શુધ્‍ધ કોટનું ખાદીનો જ રાષ્‍ટ્રધ્‍વજ નાની-મોટી દરેક સાઇઝમાં ઉપલબ્‍ધ છે તેમ શુકલભાઇએ જણાવેલ છે.

(2:39 PM IST)