<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

બેકબોન ચોકમાં બાઇકની ઠોકરે ચડી ગયેલા યુવાન વિજયસિંહ ચાવડાનું મોત

દસ દિવસની સારવાર બાદ દમ તોડયોઃ આસોપાલવ પાર્કના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૯: દસ દિવસ પહેલા ચંદ્રેશનગર મેઇન રોડ પર ચાલીને જઇ રહેલા મવડી પ્‍લોટના યુવાનને અજાણ્‍યો બાઇકચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી પ્‍લોટ આસોપાલવ પાર્કમાં રહેતાં વિજયસિંહ પ્રતાપસિંહ ચાવડા (ઉ.વ.૩૮) ગત તા. ૩૦/૭ના રાતે સાડા દસેક વાગ્‍યે ચાલીને ચંદ્રેશનગર મેઇન રોડ પર બેકબોન ચોક પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યા બાઇકચાલકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયેલ. આજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ સી. એસ. વાછાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર વિજયસિંહ ફાયનાન્‍સ કંપનીમાં નોકરી કરતાં હતા અને અપરિણીત હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં.

(3:08 PM IST)