તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રાજકોટમાં વિશ્વ આદિવાસી દિવસની ઉમંગભેર ઉજવણી
ભીલ પંચના નેતૃત્વમાં ધ્વજ ફરકાવી પ્રકૃતિ વંદના સાથે કરાઇ પ્રાર્થના : જળ-જમીન-જંગલ બચાવવા શપથ ગ્રહણ : વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો સંપન્ન

રાજકોટ તા. ૯ : આદિવાસી સંસ્કૃતિની ધરોહર વિસરાઇ ન જાય તે હેતુથી દર વર્ષે ૯ ઓગષ્ટના વિશ્વભરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ભીલ પંચના નેતૃત્વમાં રાજકોટ ખાતે પણ ઉમંગભેર આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.
સવારે ૯ વાગ્યે વોર્ડ નં. ૧, ગાંધીગ્રામ ખાતે આવેલ મહાકાળી મંડપ ખાતે ફલેગ ફરકાવી કાર્યક્રમોની શરૂઆત કરાઇ હતી. બાદમાં પ્રકૃતિ વંદન સાથે પ્રકૃતિ પ્રાર્થના કરેલ. તેમજ આદીવાસી સમાજની જળ જમીન અને જંગલ બચાવવા શપથવિધિ કરવામાં આવેલ.
જયારે મહાકાળી મંદિર રૈયાધાર ખાતે આજે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો.
રાજકોટમાં ભીલ પંચ દ્વારા વર વર્ષે વિશ્વ આદીવાસી દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ભુલકાઓનો પરંપરાગત વેશભુષામાં તીરકામઠા ધારણ કરી સજજ થઇને આ કાર્યક્રમોમાં જોડાયા હતા.
સમુહમાં કોર્પોરેશનના પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવાઇ હતી. તેમજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકવા બાબતે પણ લેખિત રજુઆત કરવામાં આવેલ.
આદિવાસી સમાજના વિદ્યાર્થી ભાઇ બહેનો માટે ભીલ પંચ દ્વારા ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસથી ભીલ પંચની ઓફીસમાં રામાપીરના દ્વારની અંદર કોમ્પ્યુટર કલાસીસ શરૂ કરવાની પણ આ તકે જાહેરાત કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ૯ ઓગષ્ટના વિશ્વ આદિવાસી દિવસની સ્થાપના યુનિસેફ (યુનો) સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧૯૮૨ માં કરવામાં આવી હતી. ત્યારથી વિશ્વભરમાં આદિવાસી સમાજ દ્વારા તેની ઉજવણી થતી આવી છે. પરંપરાગત નૃત્યના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંપરાગત ખોરાક રાંધીને ભાવતા ભોજન કરી પરિવાર સાથે આ દિવસ મનાવવામાં આવે છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભીલ પંચના ટ્રસ્ટી દર્શનભાઇ ભીલ (મો.૯૮૨૪૮ ૮૭૭૭૭), ઉત્તમભાઇ રાઠોડ, રમેશભાઇ કોલી, ભીલ પંચના કારોબારી સભ્યો ગોરધનભાઇ વાઘેલા, મહેશભાઇ વાઘેલા, સિધ્ધરાજભાઇ રાઠોડ, સંજયભાઇ રાઠોડ, રાજુભાઇ લીડીયા, ભાવનાબેન લીડીયા, રંજનબેન ચૌહાણ, દિનેશભાઇ વાઘેલા, ચેતનભાઇ ચૌહાણ, મિતભાઇ રાઠોડ, જયભાઇ રાઠોડ, મનોજભાઇ દુબલ, વિજયભાઇ રાઠોડ, જીતેન્દ્રભાઇ વાઘેલા, અમિતભાઇ ચૌહાણ, ધવલભાઇ, અનિલભાઇ પરમાર, અવિભાઇ મકવાણા, ધ્રુમિલભાઇ રાઠોડ તેમજ મહાકાળી મંદિર ગ્રુપ, મહાકાળી મંડપ ગ્રુપ, રોકડીયા ગ્રુપ તેમ સમસ્ત ભીલ સમાજે જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ભગવાન શ્રી બીરસા મુંડાજીની તસ્વીર અને ફેટો અર્પણ કરી બહુમાન કરતા ભીલ સમાજના યુવા અગ્રણી અવિભાઇ મકવાણા, દર્શનભાઇ ભીલ, વિજયભાઇ રાઠોડ તેમજ પરંપરાગત પહેરવેશ અને તીરકામઠા સાથે વિશાળ સમુદાયમાં ઉપસ્થિત ભીલ સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:12 PM IST)










