<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

વિદ્યાના વધામણા... રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી દ્વારા રવિવારે ૨૩મો પ્રતિભા સન્‍માન સમારોહ

૮૦ ટકાથી વધુ લાવેલ ૭૫૦ છાત્રોનું શૈક્ષણિક કીટ આપી સન્‍માન કરાશે

રાજકોટ : વિદ્યાના વધામણા શિર્ષક હેઠળ રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી - રાજકોટ દ્વારા તા. ૧૧ના રવિવારના રોજ ૭૫૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્‍માન કરવામાં આવશે.

વિરાણી હાઇસ્‍કુલના મધ્‍યસ્‍થ ખંડમાં ૧૧મીએ સવારે ૯.૩૦ વાગ્‍યાથી ધો. ૫ થી ૯ના અને બપોરે ૩.૩૦ વાગ્‍યાથી ધો. ૧ થી ૪ તેમજ વિશિષ્‍ટ પ્રતિભાઓનું સન્‍માન કરવામાં અવશે.

તસ્‍વીરમાં રમણભાઇ કોટક સંસ્‍થાના પ્રમુખ (મો. ૯૮૭૯૫ ૭૦૦૯૦), જયંતભાઇ પાઉં - મેનેજીંગ ટ્રસ્‍ટી (મો. ૯૮૨૪૩ ૪૯૫૫૪), અમિતભાઇ કોટક - ઉપપ્રમુખ, સભ્‍યો ભરતભાઇ બોદાણી, મનીષભાઇ પાઉં, નિલેશભાઇ જોબનપુત્રા, માનસીબેન શીંગાળા - ટ્રસ્‍ટી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:19 PM IST)