તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
યોગેશ પુજારાની ઉપસ્થિતિમાં ડેઝી શાહના હસ્તે ‘‘રીયલમી-૧૩ પ્રો.''સીરીઝનું ધમાકેદાર લોન્ચીંગ
પુજારા ટેલિકોમના ૪૦૦ મોબાઇલ સ્ટોરના સ્ટાફની હાજરીમાં યાદગાર લોન્ચીંગ : રાહિલ પુજારા, તારિણીદાસ પુનિત ચતુર્વેદી, રાજેશ મલિકની ઉપસ્થિતિ

રાજકોટ : ગુજરાત અને પશ્ચિમ ભારતના સૌથી વિશ્વાસપાત્ર મોબાઈલ ફોન રીટેલર પુજારા ટેલીકોમ દ્વારા ‘‘રીયલ'' બ્રાંડની નવી સ્માર્ટફોન સીરીઝ ‘‘રીયલમી-૧૩ પ્રો'' નું ભવ્ય લોન્ચ કરી વેંચાણ શરુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આયોજિત આ લોન્ચિંગ સેરેમનીમાં પુજારા ટેલીકોમ ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારા, મેનેજીંગ ડીરેક્ટર રાહીલભાઈ પુજારા અને ‘‘રીયલમી-૧૩ પ્રો''ના સેલ્સ ડાયરેક્ટર તારિણી દાસ, ન્જ્ય્ બીઝનેસ હેસ પુનીત ચતુર્વેદી અને કી અકાઉન્ટ મેનેજર રાજેશ મલિક સહીત પુજારા ગ્રુપના ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ૪૦૦ થી વધુ સ્ટોરની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહના હસ્તે મેગા ફેશન શો દ્વારા રીયલમીના નવા મોડેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.‘‘રીયલમી-૧૩ પ્રો'' સ્માર્ટફોન સીરીઝમાં અદ્યતન કેમેરા સાથે ‘‘એઆઇ'' ફીચર્સ આપવામાં આવ્યા છે, પુજારા ટેલીકોમના તમામ સ્ટોરમાં પ્રી-બુકિંગની ખાસ ઓફર પણ ચલાવવામાં આવી હતી, ભવ્ય લોન્ચિંગ બાદ ૬ ઓગસ્ટથી આ સ્માર્ટફોન સીરીઝના બધા મોડેલનું વેચાણ શરુ કરવામાં આવ્યું હોવાનું પુજારા ટેલિકોમની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે પુજારા ટેલીકોમ ગુજરાતની સૌથી જૂની અને વિશ્વસનીય રીટેલ ચેઈન છે જે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ સ્ટોર ઓપન કરી વિસ્તરણ કરી રહી છે, અવારનવાર અગ્રણી મોબાઈલ ફોન બ્રાંડ દ્વારા એમના નવા સ્માર્ટફોનનું પુજારા ટેલીકોમ ખાતે લોન્ચ કરવામાં આવે છે.
‘‘રીયલમી-૧૩ પ્રો''સ્માર્ટફોન સીરીઝના લોન્ચિંગ વખતે સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારાએ જણાવ્યું હતું કે ૅરીયલમી બ્રાંડ ફક્ત એક મોબાઈલ બ્રાંડ નથી, આ એક ટેકલાઈફ બ્રાંડ છે જે અર્વાચીન સમયમાં મોબાઈલ ફોનના સ્માર્ટ વપરાશને ધ્યાનમાં લઇ નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે. રીયલમી-૧૩ પ્રો. સીરીઝના સ્માર્ટફોન પણ પુજારા ટેલીકોમના ગ્રાહકોની પ્રથાન પસંદ બનવાના છે.ૅ સાથે સાથે રીયલમી બ્રાંડ તરફથી સેલ્સ ડીરેક્ટર તારિણી દાસે જણાવ્યું હતું કે ૅપુજારા ટેલીકોમ અને એમની ટીમ સાથે આ મોબાઈલ ફોનનું લોન્ચ રીયલમી બ્રાંડ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, રીયલમી-૧૩ પ્રો. સ્માર્ટફોન સીરીઝમાં ફોટો અને વિડીઓગ્રાફી માટે ખાસ ‘‘એઆઇ'' ટેકનોલોજી અને સૌથી શ્રેષ્ઠ સોની કેમેરા આપવામાં આવ્યા છે. પુજારા ટેલીકોમના તમામ ગ્રાહકો માટે અમારા દ્વારા ખાસ ઓફર્સ પણ આપવામાં આવી છે.ૅ
લોન્ચીંગ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહે દ્વારા પણ પુજારા ટેલીકોમ અને રીયલમીના નવા સ્માર્ટફોન અંગે જણાવવામાં આવ્યું હતું કે ૅહું એક ગુજરાતી હોવાથી ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત એવી પુજારા ટેલીકોમ અને એમની સર્વિસથી વાકેફ છું, આજે રીયલમીના નવા સ્માર્ટફોનનું પુજારા પરિવાર સાથે લોન્ચ કરી ગૌરવ અનુભવું છું, રીયલમી-૧૩ પ્રો. સ્માર્ટફોન સીરીઝ ખુબજ આકર્ષક સ્માર્ટફોન સીરીઝ છે.
(4:07 PM IST)










