તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
હર ઘર તિરંગા યાત્રામાં જોડાવવા આહ્વાન : ભાનુબેને પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો

રાજકોટ : ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત કાલે ૧૦મીએ રાજકોટ ખાતેથી ભવ્યાતિત તિરંગાયાત્રા નિકળનાર છે ત્યારે કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે,
દેશની એકતા, અંખડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને રાજયના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે ત્યારે રાજકોટના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે આ તિરંગા યાત્રાથી રાજકોટવાસીઓ દેશભકિતના રંગે રંગાય, અને તેમનામાં દેશભકિત અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જુદી જુદી કચેરીઓ મારફત ટેબ્લોનું નિદર્શન, ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારના વોર્ડવાઇઝ વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઇ તેમજ પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવો અનુરોધ કર્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ પોતાના નિવાસસ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજયમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે તથા તે મુજબ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ પણ આજે પોતાના નિવાસસ્થાનેથી તિરંગો લહેરાવીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
(4:08 PM IST)










