<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

વોર્ડ નં.૧૬ના લોકદરબારમાં અશાંતધારા પ્રશ્નોની બુમ

કોઠારીયા રોડ પરના વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ, મચ્છરનો ત્રાસ, વોંકળા સફાઇ સહિતના ૮૮ ફરીયાદો નાગરીકોએ પદાધિકારી સમક્ષ રજુ કર્યુ

રાજકોટ,તા. ૯: મ્યુનિ. કોર્પોરેશનના મેયર તમારે દ્વાર કાર્યક્રમ અંતર્ગતનો લોક દરબાર આજે વોર્ડ નં. ૧૬માં યોજાયો હતો. આ લોકદરબારમાં નાગરિકો દ્વારા અશાંત ધારા લાગુ પડ્યા બાદ વેંચાણ થવા બાબત,  ગંદકીનો કાયમી નિકાલ  સહિતની સમસ્યાઓ પદાધિકારીઓ સમક્ષ રજુ કરી હતી. માસ્તર સોસાયટી, વોર્ડ નં. ૧૬ની વોર્ડ ઓફીસ ખાતે યોજાયેલ લોક દરબારમાં જુદા-જુદા વિભાગના ૮૮  પ્રશ્નો નાગરિકોએ રજુ કર્યા હતા. જેમાં સોલીડ વેસ્ટના ૨૦, બાંધકામનાં ૨૩, વોટર વર્કસના ૧૧, દબાણ હટાવના ૮ં  તથા ડ્રેનેજન અને ટી.પી.માં ૬ સહિત કુલ ૮૮ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.૧૬માં યોજાયેલ ૅમેયર તમારા દ્વારે...ૅ ૅલોક દરબારૅમાં  નાગરિકો દ્વારા અશાંત ધારા લાગુ પડ્યા બાદ વેંચાણ થવા બાબત, સોરાઠીયાવાડી બગીચાને ડેવલપમેન્ટ કરવા બાબત, મેહુલનગર વિસ્તારમાં અનિયમિત ટીપરવાન આવવા બાબત અને ગંદકીનો કાયમી નિકાલ કરવા બાબત, રેશનકાર્ડ બાબત, મેહુલનગર-૧માં ઓનલાઈન કરેલી ફરિયાદ બાબત, મેહુલનગર-૧માં પરવાનગી વગર આઈસ્ક્રીમ પાર્લર બંધ કરવા બાબત, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, માધવ હોલની સામેની ફૂટપાથ ઉપર દબાણ દૂર કરવા બાબત, કોઠારીયા મેઈન રોડ પરના વિસ્તારમાં પાણી ધીમા ફોર્સથી આવે છે, નહેરુનગર-૮માં ગંદકીને કારણે મચ્છરનો ત્રાસ છે, નંદા હોલ પાસેના વોકળામાં નિયમિત સફાઈ કરવા બાબત,  વિવેકાનંદ સોસાયટીમાં અનિયમિત પાણી આવે છે, નીલકંઠ સિનેમા પાસે ન્યુસન્સ પોઇન્ટમાં નિયમિત સફાઈ કરવા બાબત, હુડકો શાક માર્કેટ ખાતે સઘન સફાઈ કરવા બાબત, આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની કિટની વ્યવસ્થા કરવું બાબત, નીલકંઠ પાર્કમાં નિયમિત સફાઈ અને નિયમિત ટીપરવાન આવવા બાબત વિગેરે મુખ્ય બાબતોના પ્ર'ો અને રજુઆતો રજુ થયેલ.

આ  લોક દરબાર  કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરો કંચનબેન સિધ્ધપુરા, રૃચિતાબેન જોશી, નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, સહાયક કમિશનર બી.એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર પી.ડી. અઢિયા, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાજા, ઇંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, રોશનીના સીટી એન્જીનીયર બી.ડી. જીવાણી, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રેજેશ સોલંકી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. મહિપાલસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર આર.બી.સોલંકી, વોર્ડ ઓફિસર નિકુંજ ડોબરીયા, વોર્ડ પ્રભારી વરજાગભાઈ હૂંબલ, વોર્ડ પ્રમુખ રાજુભાઇ લીલા, મહામંત્રી મનુભાઈ પ્રજાપતિ, હસુભાઈ કાચા, પૂર્વ કોર્પોરેટર લીલાબેન રાવલ, પ્રવીણભાઈ કિયાડા અને વલ્લભભાઇ પરસાણા તથા વોર્ડ નં.૧૬ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સોમવારે વોર્ડ નં. ૧૭માં મેયર તમારે દ્વાર

રાજકોટ, તા. ૯ : આગામી તા.૧૨, સોમવારના  સવારે ૦૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૧૭માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૭-અ, ગોપાલ વાડીની બાજુમાં, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.

(4:47 PM IST)