તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
સમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા રવિવારે મહારકતદાન કેમ્પઃ કોર્પોરેટર નિલેશ જલુની રકતતુલા-કીટ વિતરણ
૪૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર થશેઃ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૯: આજે ડગલેને પગલે નાના-મોટા અકસ્માતોમાં, થેલેસેમીયા પીડીત બાળકોને, ગંભીર બિમારીઓમાં લોહીની જરૃર પડતી હોય યે, પરંતુ ઘણીવાર સમયસર અને પૂરતા પ્રમાણમાં લોહી ન મળવાને લીધે મહામુલી માનવ જીંદગી જોખમમાં મુકાય છે. સમસ્ત બક્ષીપંચ સમાજ-રાજકોટ દ્વારા આગામી તા. ૧૧ને રવિવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલીકા સેનીટેશન ચેરમેન તથા વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર શ્રી નિલેશભાઇ જલુની રકતતુલા તેમજ કીટ વિતરણ કરવામાં અવનાર છે.
આ મહા રકતદાન કેમ્પમાં પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ સાંસદ શ્રી પરસોતમભાઇ રૃપાલા, રાજકોટ વિધાનસભા-૭૦ના ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળા, વિધાનસભા ૬૮ના ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડ તેમજ મુખ્ય મહેમાનમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેનાર છે.
કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સમસ્ત બક્ષીપંચ મોરચાની યુવાટીમનાં કાર્યકરો નિલેશભાઇ પાટડીયા, જયદીપભાઇ જલુ, વિપુલભાઇ માખેલા, કશ્યપભાઇ ભટ્ટ, જયદીપભાઇ દેવડા, આશિષભાઇ ટાંક, નરેન્દ્રભાઇ મકવાણા, હરીભાઇ ચૌહાણ, કનકસિંહ ઝાલા, પ્રજ્ઞેશ અદા, અજીતસિંહ રાજપૂત, મુન્નાભાઇ બાલાસરા, સંદિપભાઇ ગોહિલ, બકુલભાઇ ચોટલીયા, ધર્મેશભાઇ ડોડીયા, નરેન્દ્રભાઇ કુબાવત, રાજુભાઇ ટાંક, શિવમભાઇ જલુ તથા ગોપાલભાઇ નાનાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:48 PM IST)










