તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
કેબીનમાં પાન-મસાલા-ઇંડાની સાથે સાથે દેશી દારૂના બુંગીયાનું પણ વેંચાણઃ વિડીયો થયો વાયરલ
૩ હજારના પગારે રખાયેલો સગીર પાસેથી પ્યાસી શખ્સ કોથળી ખરીદતો દેખાય છે

રાજકોટઃ શહેર પોલીસ દેશી વિદેશી દારૂની બદ્દી દૂર કરવા અવાર-નવાર ડ્રાઇવ યોજે છે અનેનાના મોટા છુટક જથ્થાબંધનું વેંચાણ કરતાં બૂટલેગરોને દબોચે છે. તાજેતરમાં જ પોલીસે ડ્રાઇવ યોજી દેશીના ધંધાર્થીઓને દબોચ્યા હતાં. લાખોનો વિદેશી શરાબ પણ પકડ્યો હતો. ત્યાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં પાન-બીડી-મસાલા અને ઇંડાના વેંચાણની સાથે સાથે એક કેબીનમાં દેશી દારૂના બુંગીયા પણ વેંચાતા હોવાનું દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે આ કોથળીઓનું વેંચાાણ એક સગીર છોકરો કરી રહ્યો છે. તે આ કેબીનમાં ૩ હજારના પગારથી કામ કરતો હોવાનું અને રોજ પાંચ પાંચ લિટર લાવીને વેંચતો હોવાનું બોલે છે. વિડીયો કયાંનો છે તે સ્પષ્ટ થતું નથી. પોલીસે આ મામલે તપાસ શરૃ કરી છે. તસ્વીરમાં કેબીનમાં બેઠેલો સગીર, ગ્રાહક આવતાં નીચેથી કોથળો કાઢી તેમાંથી બુંગીયો આપતો અને ગ્રાહક તેને લઇ જતો દેખાય છે
(4:50 PM IST)










