<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ-આગેવાનો-વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર જોડાયા

 આજે સવારે ભાજપ દ્વારા યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં લોકો ઉત્‍સાહભેર જોડાયા હતા. રાષ્‍ટ્રહિતની વિચારધારાને મજબુત બનાવવાના ધ્‍યેય સાથે બહુમાળી ભવનથી પ્રારંભ થયેલ આ તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થી ભાઇ બહેનો, નગરજનો, તમામ વોર્ડના કોર્પોરેટરો-કાર્યકરો હાથમાં તિરંગો ધારણ કરીને સામેલ થયા હતા. સુત્રોચ્‍ચારથી માર્ગો ગજાવાયા હતા. લોકો અને વેપારીઓએ એ સ્‍વયંભુ ઉત્‍સાહ દર્શાવી પુષ્‍પવર્ષા કરી આ યાત્રાને વધાવી હતી. રાષ્‍ટ્રભક્‍તિના ગુંજતા ગીતોથી ચોમેર દેશદાઝનો માહોલ જામી ગયો હતો. નિયતરૂટ પર ફરી જયુબેલી ચોક ખાતે તિરંગા યાત્રાનું સમાપન કરાયુ હતુ. માર્ગોમાં લોકોએ સેલ્‍ફીનો આનંદ પણ લુંટયો હતો. તિરંગા યાત્રા સામયની વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:49 PM IST)