તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
રામનાથપરા જૂની જેલ પાસેથી હાર્દિક જાદવ બે ચોરાઉ બાઇક સાથે પકડાયો
એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ બસીયા અને કોન્સ. રમેશભાઇ માલકીયાની બાતમી

રાજકોટઃ રામનાથપરા જૂની જેલ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ બસીયા અને કોન્સ. રમેશભાઇ માલકીયાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી હાર્દિક કાનાભાઇ જાદવ (ઉ.વ. ર૬) (રહે. ઢાંઢણી ગામ) ને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ તેની પુછપરછ કરતા તેણે વધુ એક બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે બે બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ધારાભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, ધવલકુમાર જીલડીયા, સંજયભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
(3:29 PM IST)










